________________
નિર્જરાભાવના : ગેયાષ્ટક પરિચય ૧. વિનય' તારે જે સાથે પહોંચવાની ચોક્કસ મરજી હોય તે તુ તપના મહિમાનું ખૂબ ચિતવન કર તપને મહિમા તારે શા માટે ગાવો તેને કારણે આ અષ્ટકમાં અનેક બતાવ્યા છે તે વિચારવા પહેલા તને એક વાત કહેવાની છે તે પુનરાવર્તનને ભેગે ફરી વાર કહેવાની જરૂર છે તપમાં આપણે જે ઉપવાસ, અનશન, વૃત્તિઓ ક્ષેપ કરીએ છીએ એની કારણરૂપે જરૂર આવશ્યકતા છે, પણ જ્યા જ્યા તપની વિશિષ્ટતા બતાવી હોય ત્યાં ત્યા આભ્ય તર તપને પ્રાધાન્ય આપવું અને ઉક્ત બાહ્ય તપને નિમિત્તકારણ તરીકે સાથે રાખવાં. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય “જ્ઞાનસાર–તપોષ્ટક (૩૧મા) મા કહે છે કે
नानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः ।
तदाभ्यन्तरमेवेटं, वाह्य तदुपवृंहकम् ॥ તત્ત્વજ્ઞાનીઓ કમને બાળનાર હોવાથી જ્ઞાનને જ તપ કહે છે અને તે આભ્ય તર તપ છે બાહ્ય તપ તેને વધારનાર છે આ વાત ખૂબ સમજવા જેવી છે. આભ્ય તર તપ જ્ઞાનમય છે અને એની મુખ્યતા સદેવ આનરચક્ષુ સન્મુખ રાખવાની છે. વસ્તુત: ઉપાધ્યાયજીના કહેવાને આશય એ જ છે કે જ્ઞાન એ જ તપ છે. બાહ્ય તપ આવ્યતર તપને જરૂર પિષણ આપે છે, પણ જ્ઞાનાત્મક તપની વિશિષ્ટતા છે તત્ત્વોને અભ્યાસ કરે,એની ચર્ચા કરવી, એનું પુનરાવર્તન કરવું, સદસદ્વિવેકબુદ્ધિને ખૂબ ખીલવવી, સમજણપૂર્વક વડીલોને વિનય કર, વૃદ્ધ-લાનતપસ્વી-દીન-દુખીની સેવા કરવી, સધ્યાન કરવું એ સર્વ આભ્ય તર તપ છે આ તર તપના જે પ્રકારે પૂર્વપરિચયમાં બતાવ્યા છે તેમા ખૂબ વધારે શક્ય છે. મતલબ વિવેકપૂર્વક આ આલ્ય તર તપને ખીલવ્યો હોય અને તેને જ્ઞાન સાથે જોડી દીધું હોય તો તે કર્મનિર્જરાનું કામ કરે છે. આ હકીકતથી બાહ્ય તપની કિ મત જરા પણ ઘટાડવાની નથી, પણ આભ્ય તર તપને અને ખાસ કરીને જ્ઞાનને એવુ લેગ્ય સ્થાન આપવાની અગત્ય સમજવાની છે તપનો મહિમા ભાવીને, તેને મુદ્દાસર સમજીને તે આદરવાના કારણે હવે વિચારીએ
પ્રથમ કારણ એ છે કે અનેક ભવમાં એકઠા કરેલા અનિષ્ટ કર્મોના સમૂહને મળી પાડી દે છે અથવા હળવા કરી દે છે મહાઆર ભ, મહાપરિગ્રહ વગેરેથી અથવા મેહનીય કર્મના જોરથી, કષાયોની પરિણતિથી આ પ્રાણીઓ અનેક દુષ્કતા–પાપ એકઠા કરેલા હોય છે અને એનો સરવાળો પ્રાય ઘણો માટે હોય છે એ કર્મોને એ નિ સર્વ કરી નાખે છે અને એ લાભ કાઈ જેવો તે નથી આ દેશથી થતી કર્મની પરિશટના તપને મહાન લાભ છે
તપથી કર્મો અલ્પ થઈ જાય છે, એની ચીકાશ ઊડી જાય છે અને એ તદ્દન પાતળા પડી જાય છે એટલે કે એ તદ્દન રસકસ વગરના થઈ જાય છે એ પ્રથમ મુદ્દો છે એને એક દાખલો લઈએ અપણી પાસે એક આકણી (રુલર) પડેલ છે. એના ઉપર કાળ ૨ છે. આપણે તે રગને દૂર કરે છે તેના ઉપર કાગળ ઘસીએ તો કદાચ તેનો રંગ તદ્દન ન જાય