________________
નિજાભાવના
২৬। ભરત ચક્રવતી જેવા છ ખડના સ્વામી ! એણે રાજ્ય પ્રાપ્તિ માટે લોહીની નદીઓ ચલાવી. છ ખંડ તાબે કર્યા. પણ તે પુત્ર પભદેવના હતા. એને કદી પણ છ ખડના રાજ્ય સાથે તાદાસ્યભાવ થયેલો જ નહિ. એનું આખું જીવન સાક્ષીભાવનુ અનુપમ દષ્ટાન્ત પૂરુ પાડે છે. ચક્રરત્ન ઉત્પન્ન થયું તેની વધામણી અને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની વધામણું બને સમાચાર સાથે આવ્યા ત્યારે એણે પિતા પાસે જવાને વિચાર કર્યો. એ નિર્ણય જે મહાનુભાવ કરે તે સાક્ષીભાવ સમજી શકે આપણને પાચ-પચીસ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય તે ધર્મને વીસરી જઈએ છીએ આ વિશિષ્ટતા જે વ્યક્તિમાં હતી તે છ ખડ સાધ્યા પછી એક વખત આરિલાભુવનમાં બેઠા હતા ત્યાં આગળીમાથી એક વી ટી નીકળી ગઈ. આંગળી અડવી લાગી. આટલા નાના બનાવથી એ ધ્યાનધારાએ ચઢયા અને ધ્યાન એ કેવું કાર્ય કરે છે તેને દાખલો પૂરે પાડ્યો. પાચમી અન્યત્વભાવના ભાવતાં ગૃહસ્થપણામાં એણે તીવ્ર નિકાચિત કર્મોને કાપી નાખ્યા અને આરિલાભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભાવનાનું આ અનુપમ દષ્ટાન્ત છે, ભાવ – આતરમાનસિક પરિણામ – કઈ હદ સુધી વિકાસ વધારે છે તેનું એ આદર્શ ચિત્ર છે, ધ્યાનપેક્સિને મહિમા બતાવનાર એ અતિ વિશિષ્ટ દાખલો છે.
તપના પ્રભાવથી અનેક લબ્ધિ તથા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છેઆ બન્ને અચિત્ય શક્તિઓ છે રૂપમાં નાના-મોટા થવાની, અદશ્ય થવાની વગેરે અનેક પ્રકારની શક્તિઓને “લબ્ધિ” કહેવામાં આવે છે રાગ ને ઉપદ્રવના વિનાશ વગેરેને કરનાર “સિદ્ધિઓ” છે. સામાન્ય જ્ઞાનથી એને ખુલાસે ન થાય તપના અચિત્ય પ્રભાવથી આ દર અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે, આત્મામાં અન ત શક્તિઓ છે આત્મિક શક્તિનો વિકાસ અનેક રીતે જોઈ કે કલ્પી શકાય છેઆ શક્તિ પ્રકટ કરનાર તપ છે
(લબ્ધિ-સિદ્ધિનો ઉપયોગ થેગી કે તપસ્વી અસાધારણ કારણ વગર કરે નહિ. એનો ઉપયોગ પ્રમાદજન્ય” છે. અને યોગદષ્ટિએ “મો દ્િ મૃત્યુ', એટલે તેટલા પૂરતુ ગની નજરે મરણ–પાત છે આપણે અગત્યને વિષય અત્ર અપ્રસ્તુત છે. અહી વાત એ છે કે અચિ – આત્મશક્તિઓ તપથી પ્રાપ્ત થાય છે.)
તપને ખરો પ્રભાવ તો કોઈ તપસ્વી મુનિની બાજુમાં જવાનું થાય ત્યારે તેના વાતાવરણમાં જે શાતિ જોવામાં આવે ત્યા થાય તેમ છે.- સમ્યફ તપ કરનાર પતે તે પવિત્ર, શાંત તથા દાત હોય, પણ એનું વાતાવરણ પણ અકથ્ય શાંતિમય હોય છે.
આવુ બાહ્ય અને આભ્ય તર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે તો તે બાહ્ય અને આભ્ય તર શત્રુ પર વિજય મેળવે છે બાહ્ય શત્રુ તો દુનિયાદારીના હોય છે અને તે પર વિજય મેળવે તે તો સામાન્ય વાત છે, પણ અદરના શત્રુ મેહરાજાના લશ્કરીઓ પર વિજય મળે તો ભારે વાત થાય તપ એ સર્વ કરે છે, લબ્ધિ-સિદ્ધિ પણ પ્રાપ્ત કરી આપે છે અને સ્વર્ગ કે મેક્ષ પણ અપાવે છે. આવુ તપ ખરેખર વિશ્વવ ઘ છે.
ધર્મની શરૂઆત દાનધર્મથી થાય છે અને સર્વત્યાગમાં તે પર્યવસાન પામે છે સર્વ ત્યાગમાં છેવટે એને શરીર ઉપર પણ મમત્વ રહેતું નથી અને આગળ દાખલા કહેવામાં આવશે એવી નિ સ્પૃહે વૃત્તિ એ જમાવે છે આવા વિશ્વવ ઘ તપને નમસ્કાર કરુ છુ.