________________
ર૬પ
નિર્જરાભાવના
૬, સંલીનતા-અગોપાગને સ વરવાં, એકાંત સ્થાનમાં બેસવું. તે ચાર પ્રકારે થાય. છે ઈદ્રિયસંલીનતા, કષાયસંલીનતા, યોગસ લીનતા, વિવિક્તચર્યાસ લીનતા (એકાંત વસતિમા રહેવુ તે.)
બાહ્યતપને લોકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાદ્યતપ કહેવાય છે. હવે આપણે આત્યંતર તપ વિચારીએ. તેના છ પ્રકાર છે –
૧ પ્રાયશ્ચિત્ત–પોતે જે વ્રત–પચ્ચખાણ લીધું હોય તેમાં ખલન થઈ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરુ પાસે આલોચના કરવી તે. એના દશ પ્રકાર છે(ક) કરેલ અપરાધનું ગુરુ સમક્ષ કથન તે “આલોચન. (ખ) કોઈ પણ દેશ વિષે મિથ્યાદુષ્કૃત દેવો તે “પ્રતિકમણ, (ગ) આલેચન અને પ્રતિક્રમણ બને કરવા તે મિશ્ર (ઘ) અશુદ્ધ અન્ન–પાણીને ત્યાગ કરવો તે “વિવેક. (૭) શરીર અને વચનના વ્યાપાર તજી દેવા તે “
કાત્સગ (ચ) દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત નિમિત્ત નીવી, ઉપવાસ આદિ કરવા તે “તપ.” (છ) દેષ પ્રમાણે દીક્ષા પર્યાય ઘટાડે અને આકરા તપ કરવા પડે તે છે. (જ) ભયંકર પાપ થયું હોય તો ફરી દીક્ષા લેવી પડે તે “મૂળ”. (૪) જીવઘાતાદિ થઈ જાય તો તપ કરી ફરી દીક્ષા લેવી પડે તે “અનવસ્થાપ્ય (ગ) કેઈ મહાપાપ થઈ જાય તે આચાર્યને બાર વર્ષ જુદા રહી શાસનની પ્રભાવના કરી
ફરી દીક્ષા લેવી પડે તે “પારાચિત.
ર. વિનય–ગુણવતની ભક્તિ કરવી તે. ગુણની દષ્ટિએ એના સાત વિભાગ થાય છે એમાં આશાતના દૂર કરવાની બાબત પણ સાથે જ આવે છે (ક) “જ્ઞાન” : જ્ઞાનના સાહિત્ય તેમજ જ્ઞાની પુરુષના સબ ધમા ભક્તિ, બહુમાન, ભાવના,
ગ્રહણ અને અભ્યાસ (ખ) “દશન:શુશ્રષા અને અનાશાતના અધિષ્ણુણીની સેવાભક્તિ કરવી, સન્માન આપવું, આસન
આપવું, પ્રણામ કરવા આ સર્વશુશ્રષામાં આવે છે અને અનાશાતનામા વડીલ આદિનું
બહુમાન કરવું અને તેમના વાસ્તવિક ગુણો વર્ણવીને એમની કીર્તિ વધારવી તે આવે છે. (ગ) “ચારિત્ર' : સામાયિકાદિ ચારિત્ર સમજવુ, એને પ્રેમ કરવો, આદરવું (ઘ-~-ચ) ત્રણ ગ” : મન-વચન-કાયાના યોગને આચાર્યાદિ વડીલની ભક્તિરૂપ શુભ
પ્રવૃત્તિમાં જોડવા. (છ) “લેકેપચાર : ગુરુ આદિ શ્રેષ્ઠની પાસે વસવું, આરાધ્યની ઈચ્છાઓ પ્રવર્તવુ, ઉપ
કારને પ્રત્યુપકાર કરે, માદાની સેવા કરવી, અવસરચિત કાર્ય કરવું, સગુણને - ચોગ્ય માન આપવુ. ૩૪