________________
[૨૩] : ૨ :
શ્રી વિનયવિજય ઉપાધ્યાય
શ્રી “શાંતસુધારસ જેવા અપ્રતિમ ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી અને તેમના સમયના સ બ ધમાં કેટલીક હકીકત રજૂ કરવી પ્રસ્તુત છે. કોઈપણ પુસ્તક જે સમયમાં લખાયુ હોય તે સમયના ઈતિહાસને જાણવાથી પુસ્તક સમજવામાં ઘણી સરળતા થાય છે, કારણ કે લેખક ગમે તેટલો પ્રતિભા અને પ્રજ્ઞાસ પન્ન હોય તે પણ તેના સમયની અને તેની આજુબાજુના વાતાવરણની તેના પર અસર થયા વગર રહેતી નથી સર્વમાન્ય સત્ય રજૂ કરવાના હોય તેની ભાષામાં અને તેના દ્રષ્ટાતોની રચનામાં પણ સમયની અસર જરૂર થાય છે તેથી કોઈ પણ પુસ્તક વિવેચકદષ્ટિએ સમજવાની ઈચ્છા હોય તેણે પુસ્તકના લેખકનો અને તેના સમયનો પરિચય મેળવો ઘટે.
સામાન્ય રીતે ઈતિહાસની બાબતમાં હિંદમાં બહુ અલ્પ સાધને મળે છે એ તો આપણી જૂની ફરિયાદ છે પ્રમાણમા જનોએ ડોઘણો ઈતિહાસ જાળવી રાખે છે તે આન દદાયક હકીકત ગણાય, છતા ત્યાં પણ કાઈ પણ લેખક વ્યક્તિને સિલસિલાબધા - ઈતિહાસ મળે એવુ તો એકાદ બે અપવાદ બાદ કરતા ભાગ્યે જ શક્ય છે. આવા સગોમાં ઉપલબ્ધ સાધનોથી જેટલી હકીકત મળી શકે તેટલી એકઠી કરી તેમાથી એતિહાસિક ખ્યાલ આપવા પ્રયત્ન કરવો એટલુ જ કર્તવ્ય શક્ય છેઆ પ્રક્તિ અને તેમના સમયને માટે આપણને મળતા સાધનોનો સમુચ્ચય કરીએ
માતાપિતા અને જ્ઞાતિ
શ્રીવિનયવિજય ઉપાધ્યાયના જન્મના સબ ધમાં ઘણી ઓછી હકીકત પ્રાપ્ત થાય છે તેઓનો જન્મ કઈ સાલમાં થયો, કયા શહેરમાં થયો, તેઓની કઈ ઉ મરે દીક્ષા થઈ વગેરે કાઈ હકીકત પ્રાપ્ત થતી નથી તેઓએ શ્રી લોકપ્રકાશ નામનો ગ્રથ લખ્યો છે જે જૈન તત્ત્વજ્ઞાન અને ભૂગોળના જ્ઞાનને અગે લગભગ મહાકાશ જેવો ગ્રંથ છે, એના પર વિશેષ વિસ્તાર ગ્રંથકર્તાની કૃતિવિચારણાના વિભાગમાં આગળ કરવામાં આવશે એ 2 થના ૩૬ પ્રકાશ (પ્રકરણ) પાડવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રકાશને અને પ્રથકર્તાએ પોતે એક શ્લોક મૂક્યો છે તેની મતલબ નીચે પ્રમાણે છે –
જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી જેઓશ્રીની કીતિ છે એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ