________________
[૨] તપગચ્છમાં જ બાવન જેટલા મહાન લેખકો, કવિઓ અને ચર્ચા કરનારાઓ થયા છે, એ બતાવે છે કે જે સમયે જેવી જરૂરિયાત હોય તે વખતે તેને યોગ્ય લેખકે નીકળી જ આવે છે એ યુગમાં આવા વિશિષ્ટ લેખકો થઈ ગયા તેના કારણો તપાસવાનું પ્રાપ્ત થાય છે. ઈતિહાસવિદો આ પ્રશ્નને જરૂર ચર્ચશે એમ આપણે ઈચ્છીએ. આ ઉપોદઘાતની આખરે આપણે પણ એ રસાત્મક ઈતિહાસ વિભાગમાં સહજ પ્રવેશ કરશુ. - આ ગ્રંથની રચના થઈ ત્યારે તપગચ્છ પર શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રવર્તતી હતી,
એટલે કે તેઓ ગરછાધિપતિ હતા એમ લેખકના પોતાના શબ્દોથી જણાય છે (જુઓ પૃ ૪૯૬) તેમના ગુરુ કીર્તિવિજય ઉપાધ્યાય હતા, એટલે “વિજયપ્રભસૂરિનો પ્રભાવ આ થરચનાનું કારણ હતું એમ ત્યા જણાવ્યુ છે તે ગ્રંથકર્તાની નમ્રતા સૂચવે છે.
હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પિતાની પાટે પોતાની હયાતીમાં વિજયસિહસૂરિની સ્થાપના કરી, પણ એ વિજયસિ હસૂરિ તો વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા જેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે ૧૭૧૩માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથની રચના સ ૧૭૨૩મા થઈ ત્યારે આચાર્ય પદે વિજયપ્રભસૂરિ હતા આ વખત પહેલા પંન્યાસ સત્યવિજય કિયાઉદ્ધાર કરી છૂટા પડી ગયા હતા એટલે જે પક્ષને ક્રિયાઉદ્ધાર માન્ય હતો તેમણે વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી નહોતી આને લગતી કેટલીક હકીકત આ ઉપોદઘાતના છેલા વિભાગમાં ચર્ચશુ.
પં. શ્રી ગભીરવિજયજીકૃત ટીકા–
આ શાતસુધારસ ગ્રથ પર પન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ ભાવનગર શહેરમાં સં. ૧૯૬૮ મા સસ્કૃત ટીકા રચી છે અને તે ટીકાને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સ ૧૬ માં છપાવી બહાર પાડી છે ટીકાને છેડે પ્રશસ્તિમાં લેખકશ્રી લખે છે –
श्रीवुद्धिविजयविनेयो मुक्तिवृद्धिविजययुतगणधुयौ । मुनिपश्रीवृद्धिविजयशिप्याणुना बुधगंभीरविजयेन ॥ शान्तसुधारसपानश्रद्धामुग्धेन दुव्धेय टीका ।
वसुरसाहिकुलचन्द्रमितवर्षे (१९६८) निजपरोपकृते च भक्त्या ॥ આ ટીકામાં શબ્દાર્થ, ભાવાર્થ આપ્યા છે અને કેટલીક સરળતા અર્થને અગે કરી આપી છે. ટીકાનું પ્રમાણ લગભગ ૧૬૦૦ ગ્રથાગ ગણાય અર્થ કરવામાં મે આ ટીકાને ઉપગ સર્વત્ર કર્યો છે
આ પ્રમાણે ગ્રથને અંગે વિચારણું કરી હવે આપણે ગ્રંથકર્તાને અગે મળી શકતી હકીકત પર દષ્ટિપાત કરી જઈએ.