________________
[૨૧]
હાસ્યરસ ન હોય તે તેમાં આશ્ચર્ય પામવાનું નથી એ આખી કૃતિ વિશિષ્ટભાવે આતમરામને ઉદ્દેશીને ફતેહમદીથી રચવામાં આવી છેઆ ગ્રંથપદ્ધતિ ધ્યાનમાં રાખવાથી એની ભાષાને પ્રવાહ ક્યા જાય છે અને શા માટે જાય છે તેનો આ છે પણ ચેકસ ખ્યાલ જરૂર આવશે
ગ્રંથરચનાકાળ અને પ્રશસ્તિ–
આ ગ્રંથની રચના સંવત્ ૧૭૨૩ મા ગાંધાર નગરમાં કરી એમ 2 થકર્તા પિતે જ જણાવે છે. (જુઓ પૃ. ૪૬.) ગ ધપુર નગર એ જ બુસર નજીકનું ગાંધાર જ સ ભવે છે તેમની અન્ય કૃતિઓ પણ ગુજરાતમાં જ બની છે તે પરથી ગ્રથિકર્તાનો વિહાર બહુધા ગુજરાતમાં જ થયો હોય એમ સભવે છે.
અકબરના સમયના જે ગાધારમા સેકડો લખપતિ જેનો હતા અને જ્યા શ્રી હીરવિજયસૂરિ વ્યાખ્યાન વાંચતા ત્યારે સ્થાન મેળવવાની મુસીબત પડતી હતી ત્યાં અત્યારે એક પણ જનની વસતી રહી નથી અને માત્ર એક દેરાસર જ બાકી રહ્યું છે એ કાળબળની અને જૈન સમાજની વર્તમાન દશા બતાવે છે. આવી દશાના ઐતિહાસિક કારણોમાં આ સ્થાને ઊતરીએ તો લબાણ થઈ જાય, પણ જનસમાજમાં કુસપનો જે કીડા પેસી ગયે હતો અને દીર્ઘદ્રષ્ટાઓનો અભાવ થઈ ગયો હતો તેની દેખી શકાય તેવી પરિસ્થિતિ આ થરચનાના કાળમા જ તરી આવી હતી, તે એ યુગને ઇતિહાસ, સાધુવર્ણમા ન ઇચ્છવા
ગ્ય સ્પર્ધા અને વિજય-સાગરના ઝગડા વાંચી વિચારીએ છીએ ત્યારે ભારે ખેદ થાય તેવું છે. સતોષની વાત એ છે કે એવા સ ક્ષુબ્ધ વાતાવરણમાં “શાતસુધારસ જેવા આત્મિક ગ્રથના લેખકો પણ હતા અને આવા ગ્રંથો રચી શકયા હતા, પોતાના જીવન અને વિશિષ્ટ કવનોથી શ્રોતાના કાનને પવિત્ર કરતા હતા અને જનતાની આત્મિક પ્રવૃત્તિને વેગ આપવા દ્વિારા આત્મવિકાસ સાધતા હતા
સ વત્ ૧૭૨૩ એટલે ઈ. સ૧૬૬૭ નો સમય થયો. એ વખતે શહેનશાહ ઔર ગ ઝેબની આણ હિદુસ્તાનમાં પ્રવર્તતી હતી એ ઝનૂની શહેનશાહે ધમ ધતાને પરિણામે મુગ લાઈના પાયાને હચમચાવી દીધા હતા, પણ તે યુગમાં તે સમજાય તેવું નહોતું તે વખતે તે મુગલાઈ એની પૂર્ણ જાહોજલાલીમાં પ્રસરતી હતી એવા વિકટ સમયમાં આવા શાતરસના થનું પરિશીલન કરવું કે વિલાસના કાવ્યો રચવા (વિનયવિલાસ) એ મન પર અને લેખનશક્તિ પર અસાધારણ કાબુ બતાવે છે એ સમય પરત્વે ટૂંક વિગતો આગળ લખી છે તે ઉપરથી જણાશે કે આવા વાતાવરણ અને ખટપટના સમયમાં આવા ગ્રંથની રચના થાય એ ઘણુ નવાઈભરેલ લાગે, છતા એ યુગમાં મહાત્ જેન લેખકે થયા છે, આન દઘનજી જેવા યોગી થયા છે અને શ્રીમદ્યશવિજય ઉપ