________________
સંવરભાવના
२६१
તો સાર્વત્રિક હોવા ઘટે. ચર્ચા નાની નાની વિગતોમાં શક્ય છે, પણ મૂળ મુદ્દાઓ તો સર્વને બરાબર લાગુ પડે તેમ છે. સ સાર પર સાચો હૃદયને નિવેદ આવે અને હૃદયપૂર્વક ત્યાગ પર પ્રીતિ થાય તે આશ્રવ ગમે તેવા જબરા હોય અને મહારાજા ગમે તે બળવાન હોય તે પણ આખરે એને બાધી શકાય તેમ છે સ વરના પ્રત્યેક માર્ગ પર અનુપ્રેક્ષા કરવાથી આવતાં કર્મોને તે અટકાવી શકાય છે હવે પ્રથમના લાગેલા કર્મોને ભાર પણ આકરે તે છે તેને રસ્તો શું કરે તે પણ સુરતમાં વિચારવામાં આવશે હાલ તો વાર વાર વિચાર કરીને ઉઘાડા દરવાજાઓને બધ કરી ચેતનજીને ભારે થતો અટકાવ અને અત્ર વર્ણવેલા આદર્શ ઉપાયોને ખૂબ ભાવી ભાવીને – વિચારીને અજમાવ વ્યવહારની ઉક્તિ છે કે “પપા પાપ ન કીજીએ, તે પુણ્ય કીધું એ વાર, બીજુ કાંઈ ન બને તે પણ નવા કર્મ વધારીએ નહિ તે પણ રસ્તો સરળ થાય તેમ છે, ભાર ઓછો થાય તેમ છે અને સાધ્યનું સામીપ્ય થાય તેમ છે.