________________
સંવરભાવના
૨૫૯
બાકી એક દરે જોઈએ તો પ્રત્યેક આશ્રવને બંધ કરવા માટે સાવરમાંથી ઘણાખરાનો જુદી જુદી રીતે ઉપયોગ કરવો જરૂરી છે. એ વગર આપણી સ્થિતિ ખરેખરી સુધરી શકે તેમ નથી.
એક બાજુએ કર્મની આવક જોઈને ગભરાઈ જવાય તેવું છે, પણ બીજી બાજુએ એની સામે લશ્કર પણ એવું જ જબરુ તેયાર કરી શકાય તેમ છે. આશ્રવના ૪૨ ભેદ છે તો સંવરના ૫૭ છે સાસારિક જીવોને જેમ પૈસા, સ્ત્રી, પુત્ર અને વ્યાપાત્ની લાલસા લાગે છે તેવી જ તીવ્રતાથી જે એને યતિધર્મો કે ચારિત્ર વગેરે સ વ તરફ લગની લાગે તો મેહરાજાનું જોર તૂટી જાય તેમ છે અને પ્રાણી કર્મોના આવતા પ્રવાહ સામે પાળ બાધી શકે છે. સાસારિક કાર્યોમાં જે ઉદ્વેગ, ભૂ ઝવણ અને આતરવિકાર છે તેનું અસ્તિત્વ સંવરના એક પણ વિભાગમાં દેખાશે નહિ. સામાયિક લઈને બેઠા હોઈએ ત્યારે જે શાતિને અનુભવ થાય છે, ચારિત્ર પાળનારને જે આતરરાજ્ય મળે છે અથવા ભાવના ભાવતી વખતે મને જે આધિદૈવિક સુખ અનુભવે છે તે સંસારમાં મળવુ અશક્ય છે એ આખી દશા જ અનોખી છે, એની ભવ્ય કલ્પના પણ વચનાતીત છે.
સદભાવનાશાળી શ્રાવક વિચાર કરે કે-મારો ક્યારે ઉદય થશે અને હું આ સંસારની સર્વ ઉપાધિ છેડી સર્વસ્વનો ત્યાગ કરી આત્મારામમાં કયારે રમણ કરીશ ?” આવી ભાવના ભાવે, અતરથી એના પર પ્રેમ રાખે અને એ આદશે પહોચવા અતરથી ઈચ્છા રાખે. એને નિર્જન સ્થાનમાં ધ્યાન કરવાના કેડ થાય, એ આત્માના અમરત્વને ચિતવે, એ ચારિત્રની આરાધ્યતા વિચારે અને એની તીવ્ર ભાવના કર્મને છેદ કરી મોક્ષ પ્રાપ્ત કરવાની હોય. એને સસારના રગડા-ઝગડામા કદી આનદ આવે જ નહિ એનામાં અપૂર્વ શાંતિ હોય અને આવેશને પ્રસ ગે એના પેટમાંથી પાણી પણ હાલે નહિ.
યતિધર્મની વાત તો શી કરવી ? એના નામથી પણ આનદ થાય તેમ છે. માત્ર ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ એ નામમા જ એ ચમત્કાર છે કે એનામા અખડ શાતિ હોય એ પ્રત્યક્ષ દેખાય તેવી વાત છે. એની અતર્ગત જે ચારિત્ર છે તે પરમ આન દનું સ્થાન છે અને સમિતિ-ગુપ્તિની વાત તો આત્માને શાંત કરી દે તેવી છે. એક એક સ વરની ભાવના કરતા મનમાં જે અનિર્વાચ્ય આનદ થાય છે તે ખરેખર અનુભવવા યોગ્ય છે.
પરિષહાની વાત ખાસ સમજવા જેવી છે એમાં અનુકળ અને પ્રતિકૂળ પરિષહ જ્યારે સ્વવશપણે આન દથી અનુભવીએ છીએ ત્યારે કે આનદ થાય છે? કકડીને ભૂખ લાગી હોય છતા નિરવદ્ય આહાર પ્રેમપૂર્વક મળે તો જ લેવાય અને નહિ તે અ દરની શાતિથી ચલાવી લેવાય એ ત્યાગભાવ આવે ત્યારે શી મણ રહે? શ્રી વીરપરમાત્માને પાર વગરના ઉપસર્ગો થયા, એની વિગત વાચતા પણ રોમાંચ ખડા થાય છે. શૂળપાણિ અને સંગમદેવે ઉપસર્ગો કર્યા અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાણું પણ એની શાતિ તો જુઓ ! છ માસ