________________
૨૫૮
શાંતસુધારસ
જ્ઞાન-દર્શન–ચારિત્ર એ રત્નત્રયની પરમ આરાધના કરવી. વિષયના વિકારોને દૂર કરવા. અક્ષાયી ભાવ ધારણ કરવા, ઉપશમરસનું અનુશીલન કરવું. સ સાર પર વિરાગ-વૈરાગ્ય ધારણ કરે કેઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ન કરવા. માનસિક ભ્રમણાનો વિરોધ કરે. સમાગમાં નિર તર પ્રવૃત્તિ કરવી. કાયાનો-શરીરને બને તેટલો સારા કાર્યમાં લાભ લેવો વિવિધ પ માથી સત્ય માર્ગ શોધીને સ્વીકારવો બ્રહ્મચર્યવ્રતને સર્વ શે આદરવુ. ગુરુમહારાજ પાસેથી સદુપદેશ ગ્રહણ કરવો અધ્યવસાયની નિર્મળતા સયમથી અને આગમના જ્ઞાનથી કરવી ચેતનના ગુણ તથા પર્યાયને બરાબર ઓળખવા તીર્થ કરમહારાજના ચરિત્રના ગાન ગાવા.
આ મુખ્ય મુદ્દાઓ તરફ લેખકશ્રીએ ધ્યાન ખેંચ્યું છે અને ભાવનાનો રસ જમાવ્યું છે. આપણે તેને સમુચ્ચયે ખ્યાલ કરી જઈએ
આવોના ગરનાળા ઇદ્રિય, કપાય. અવ્રત, યોગ અને પચીશ ક્રિયારૂપ છે. તેને અટકાવવાના દ્વારે સમિતિ, ગુપ્તિ, યતિધર્મો, ભાવના, ચારિત્ર અને પરિષહે છે
ઈદ્રિયો પર વિજય મેળવવા માટે યતિધર્મ પિકી સ યમનો ખાસ ઉપયોગી છે અને ગુપ્તિને તથા પરિપહોને પણ ઉપયોગ કરી શકાય છે
કપાય પર વિજય મેળવવા માટે મને ગુપ્તિનો ઉપયોગ અને ભાવનાઓનો ઉપયોગ છે તથા યતિધર્મોને પણ એમાં તેટલો જ ઉપગી ભાગ છે.
અવિરતિના વિજય માટે યતિધર્મો અને ચારિત્ર આવશ્યક છે તેના પેટમાં બાવીશ પરિષહોને ખાસ સ્થાન છે
યોગો પર વિજય મેળવવા માટે સમિતિ–ગુપ્તિને મુખ્ય સ્થાન છે અને યતિધર્મો તથા ચારિત્રને આનુષગિક તરીકે એટલું જ ઉપયોગી સ્થાન છે - મિથ્યાત્વ કર્મબ ધમા જે ભાગ ભજવે છે તેનું નિવારણ ચારિત્ર, યતિધર્મો અને અંતર્ગત પરિપહોથી શકય છે.
આ આખા વિશાળ ક્ષેત્રમાં ફરવા માટે બાર ભાવનાને મુખ્ય સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે કે એના પ્રકારની અનુપ્રેક્ષા વગર ખરી વસ્તુસ્થિતિ કદી પ્રાપ્ત થઈ શકતી નથી.