________________
સંવરભાવના
૨૫૫
દેખાય છે મતલબ એ છે કે આ શરીરનો જે ખરો લાભ લેવો હોય તો તેના દ્વારા સંયમયોગની સિદ્ધિ કરવાની જરૂર છે. આવી રીતે શરીરનો જે ખરેખર લાભ લેવાય તે આવતા અનેક કર્મો અટકી જાય છે આ સવરને કાયગુપ્તિ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે કે એમા સ યમયાગની પ્રવૃત્તિને નિષેધ નથી, પણ સાંસારિક પ્રવૃત્તિઓ – સંસાર વધારનારી પ્રવૃત્તિઓ ઉપર જ અકુશ મૂકવાનું છે,
અહી જે “સ યમયોગની વાત કહી છે તેમાં ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ભેદનો સમાવેશ થાય છે તેના વિવેચન માટે જુઓ “અધ્યાત્મકલ્પદ્રુમ પૃષ્ઠ ૩થી પૃષ્ઠ ૩૯૯ સુધી. એ સર્વ ભેદ વિચારતા આ વખત શરીરને ઉપયોગમાં લેવાની અને ઉદ્યમી રાખવાની વાત આવી જશે અને એ જ શરીરની ચરિતાર્થતા છે એમ સમજવાની જરૂર છે.
એક બીજી ઘણી ઉપયોગી વાત તારે જરૂર નકકી કરવાની છે. આ દુનિયામાં પાર વગરના મતમતાંતર છે તારે અમુક જ મત આદરવો એમ કેઈ કહે તો તારે માની લેવાનું નથી, પણ એ સર્વમા જે શુદ્ધ માર્ગ હોય, જેમાં આત્મવિકાસનું તત્ત્વ બરાબર બતાવ્યું હોય, જેમાં પરસ્પરવિરોધ ન હોય અને જેથી તારો આત્મસ્વભાવ બરાબર પ્રકટ થાય તેમ હોય એ વિશુદ્ધ માગ તુ ધી લે પરીક્ષા કરવામાં તુ જરાપણ નરમ પડીશ નહિ. અનેક રીતે એને ચકાજે અને પછી સત્યનો સ્વીકાર કરજે અનેક મત અને માર્ગોની ભુલભુલામણીમાં ભૂલો પડી ન જતે સાચો ન્યાયમાગ તને વિચારવાથી મળી શકે તેમ છે, પરીક્ષા કરવાથી પ્રાપ્ય છે અને તેમ કરવાની જરૂર એટલા માટે છે કે એક વખત સાચો માર્ગ તને મળી જશે તો પછી તારે સાધ્યને માર્ગે પ્રવાસ બરાબર થશે બધા ધર્મો સારા છે એમ કહેવુ એ પરીક્ષકોને ઘટમાન નથી, અને પરીક્ષા કરવામાં જરા પણ વાધ નથી. તુ તપાસ કરી ન્યાયમા ગ્રહણ કર તારી પરીક્ષા ઉપર તારી પ્રગતિનો આધાર છે તેથી જે તારે આ8ોને બરાબર અટકાવવા હોય તો તારે શુદ્ધ પંથ શોધવો જ પડશે.
૬ અનેક ગુણને ક્યા સમન્વય થાય છે તેવા બ્રહ્મચર્યવ્રતને તુ ધારણ કર ગુણે અનેક છે, વ્રત-નિયમો અનેક છે, તેમાથી આ બ્રહ્મચર્યને ખાસ તારવી તે પર વિવેચન કરવાનું ખાસ કારણ છે તે પણ અહીં યાં વિચારવું ઘટે
બ્રહ્મચર્ય—સ્ત્રીસ સિગનો ત્યાગ એનો મહિમા અદભુત છે શરીર આરોગ્ય માટે એની જરૂર છે આત્મવિકાસમા યોગ પર અકુશની જરૂર છે. બ્રહ્મચર્ય વગર યોગ પર અ કુશ લગભગ અશક્ય છે આત્મસાધક માટે બદ્ધક હોવાની પરમ આવશ્યકતા છે. એનાથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ય છે અને વિવેકથી સદસની વિવેચના થઈ શકે છે. બહ સ ભાળ રાખીને બ્રહ્મચર્યને સમજવાની–આદરવાની ખાસ આવશ્યકતા છે એના વગર યોગમા કે આત્મપ્રગતિમાં વધારો થવાની આશા નિરર્થક છે. એનો ખ્યાલ સ્ટીસ ભોગ અથવા તેની અભિલાષા મનને કેટલું બધુ લુબ્ધ-અસ્થિર બનાવી મૂકે છે તેના અનુભવ ઉપરથી આવે