________________
૨૪૮
શાંતસુધારસ કેટલી મોટી હોય છે અને મિથ્યાત્વનો નાશ થતાં તે કેટલી ટૂંકી થઈ જાય છે અને તેના અપૂર્વકરણાદિ થાય ત્યારે કેવી અલ્પ સ્થિતિ થાય છે તે ખૂબ વિસ્તારથી સમજવા જેવું છે. અહી પ્રસ્તુત વાત એ છે કે કર્મને માટે પ્રવાહ સમ્યફ અટકાવે છે તેથી એ સ વરને આદર. આ બીજી વાત થઈ
આર્ત અને ધ્યાનની હકીકત આ ગ્રંથના ઉપોદઘાતમાં પ્રથકર્તાએ પાંચમી ગાથામાં આપી છે
- આ આર્ત અને રૌદ્રધ્યાન મનોગના દુરુપયોગથી થાય છે મનરૂપ ઘોડા પર અંકુશ ન હોય ત્યારે મન જ્યા ત્યા રખડે છે, ખટપટ કરે છે, દેડા-દોડ કરે છે અને આગળપાછળની, વ્યાધિ વગેરેની ચિ તાના જાળા ઊભા કરે છે.
મનની સ્થિરતાથી એ આત–ૌદ્રધ્યાન પર વિજય મેળવવો એ સ્થિરતા એટલે શુ ? મનને નિશ્ચળ રાખવુ -એકાગ્ર રાખવું. એ વાત ઘણી મુશ્કેલ છે, એ વિષય રાજ
ગને છે ઘર બળી જતુ હોય તો તે ઘરની સામે ઊભો ઊભો બળી ન જાય, એકનો એક છોકરે ચાલ્યો જતો હોય તો તે રડવા–ફૂટવા મડી ન જાય, પિસા ગયા હોય તે દીન ન થઈ જાય, માદો પડ્યો હોય તે એ હાયવોય ન કરે – સર્વ સંયોગોમાં મનને નિશ્ચળ રાખે, મનની દોડા-દેડી અટકાવી દે ધ્યાનના પુસ્તકોમાં એના ઉપાયો બતાવ્યા છે તેવા પ્રયોગો કરવા જે રસ્તે બને તે માર્ગે મનની સ્થિરતા રાખવી એ મહાન કાર્ય છે, મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. અને અને આપણી કરેલી ચિ તા શા કામની છે? આપણે ચિતા કરીએ કે ન કરીએ, પણ જે નિર્માણ હોય તે જરૂર થાય છે અથવા થઈ ગયુ હોય છે, પરતુ એવો તાત્વિક ભાવ રાખવો અને મનને સ્થિર રાખવુ એ ખરેખર સવર ઉપાય છે, સિદ્ધ માર્ગ છે અને જરૂર આદરણીય છે. આ રીતે આત–રૌદ્રધ્યાન દ્વારા જે મહાન કર્મ ભાર વધતો જાય છે તે અટકાવવાના ઉપાયનો પ્રયોગ આતરદશાથી વિચારીને આદર.
(૪૩) “ક્રોધ નામનો આશ્રવ આપણે જાણે છે ફોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે “ક્ષમા” રાખવી નોકર-ચાકર ઉપર કદી ગુસ્સે થવુ નહિ, અન્યાય કરનાર ઉપર ગુસ્સે કરે નહિ, સહનશીલતાને કેળવવી અને સર્વ વાત ગળી જતા શીખવુ ક્રોધ એ ભુજ ગ (સર્પ) છે, એને ઉતારનાર જાંગુલી મત્ર ખતિ (ક્ષમા) છે એમ શ્રીમદ્યશવિજયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે
અભિમાન નામનો બીજો કપાય-આશ્રવ છે આપણે તેને ઓળખ્યો છે તેને માર્દવનમ્ર સ્વભાવે જીતવો આપણે ગમે તેવા હોઈ એ તો પણ આખરે આપણે કોણ? આપણું સ્થાન શુ ? “વીરા મારા ગજથકી ઊતરે” એમ સુપ્રસિદ્ધ કથનનું રહસ્ય ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. નમ્રતા તો મહાન સæણ છે અને વિચારશીલને સહજ સુગ્રાહ્ય છે.