________________
૨૩૨
શાંતસુધારસ
લે. શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના આત્માને વાર વાર સુધાપાન કરવા અને તેમાં આનંદ માનવા કહે છે તેવુ જ તુ તારા ચેતનને સમજાવી-સમજાવીને કહે અને વાર વાર કહ્યા કરીશ તો એ ચેતનજી સમજતા થઈ જશે. ઉપર ઉપરની ભાવના ભાવવામાં કોઈ વળશે નહિ. સેથીએ સેથીએ તેલ ઘાલે તેમ એને વારવાર કહ્યા કરજે અને એમાં રો રસ લેજે, જીવનનો માવો માણજે અને ભવિષ્યના ઉત્કર્ષના પાયા રૂપી દેજે
કેવી રીતે આઝવભાવના ભાવવી ? ચેતનજીની સાથે નીચેની મતલબની વાતો કરવાથી એ ભાવના ભાવી શકાશે
હે ચેતન ! તારે બેટા અભિનિવેશ ક્યા સુધી કરવા છે ? તુ સાચા દેવ-ગુરુ-ધર્મને બરાબર ઓળખ તારે કોઈ જાતની શકાઓ હોય તો વગરસ કોચે સદ્ગુરુને પૂછ. સ શય ચલાવી લઈશ નહિ અને સશયમાં ઘસડાઈ જઈશ નહિ સેનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે પરીક્ષામાથી પાર ન ઊતરે તેવુ સેનુ તારે કામનું નથી. તાપથી, કધથી, છેદથી તુ તપાસી છે અને પછી આદર. તુ જરા વિચાર કર. તને અત્યારે સમજવાની શક્તિ મળી છે, સારા ક્ષેત્રમાં તારે જન્મ થયે છે, તને શરીરની સગવડ મળી છે, પૃથક્કરણશક્તિ, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ પ્રાપ્ત થઈ છે તેને તુ ઉપચોગ કર સત્યને શોધ અને શોધીને વગર સકે તેમા તન્મય થઈ જા ડામાડોળપણમાં તે બહુ ખોટું છે તુ ખાસ કરીને વિચાર તને આ સંસારમાં કોણ રખડાવે છે? તારી જે આ મહાબળવાન આત્મા આવી રીતે ઢગધડા વગર રખડે અને પવન આવે તેમ ઘસડાઈ જાય અથવા ટેનિસના બેલની જેમ સામસામી બાજુએ ધકેલાય એ સ્થિતિ તને ગમે છે? એ સ્થિતિ કરનાર કોણ? તને ભારે કરનાર આ છે તેને તે બરાબર ઓળખી લે કર્મોને ગ્રહણ કરીને એ તાગમાં નકામો કચરો વધારે છે અને તને જ્યા ત્યા તરફડાવે છે. એને બરાબર ઓળખી લે
એક મિનિટમાં કરેલાં વર્તન કર્મફળ લઈ આવે છે ત્યારે તે વરસો સુધી ભોગવવાં પડે છે પાંચ મિનિટ અત્યાચાર (Rape) કરનારને પાચ વર્ષની સખ્ત મજૂરી સાથે જેલયાત્રા થાય છે. દશ આનાની ચોરી કરનારને ત્રણ વર્ષની જેલ મળે છે ગરનાળા ઉઘાડા મૂકવાનુ આવુ પરિણામ આવે છે. મન-વચન-કાયાના રોગો અને કષાયોની જેવી તરતમતા હોય છે તેવી રસાળતા કર્મની થાય છે સારા અને ખરાબ કર્મો કેટલીક વાર હજારગણે, લાગ ફલાસ્વાદ આપે છે
- આ રીતે વિચાર કરતાં હિંસા, અસત્ય, રોગ, મૈથુન. પરિગ્રહ ખૂબ કર્મોને લઈ આવે છે અને ચેતનને ભારે કરે છે પ્રાણી હાલતાચાલતા જૂહુ બોલે છે કે મિથુનની ઈચ્છા કરે છે અને પરિગ્રહ એકઠા કરવામાં તે એને કદી પ થતો જ નથી. કપાયે, યોગ, અવિરતિભાવ
s