________________
અાશ્રવભાવના
૨૩૧
એ તો જ્યાં ત્યાં દેડક્યા કરે છે સામાયિકમાં બેઠા હોઈએ ત્યા એ અમેરિકા દેડી જાય છે અને જેલમાં હોઈએ ત્યા વિનાકારણ હાઈકોર્ટમાં આટા મારે છે એને ઠેકાણે લઈ આવવું વધારે મુશ્કેલ છે આન દઘનજી જેવા યોગીઓ ફરિયાદ કરે છે કે “મનડુ કિમહી ન બાઝે કંજિન ! અને પછી કહે છે કે જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાજે.” આવું મન છે અને એની સાથે–એની મારફત કામ લેવાનું છે
આ પ્રમાણે હકીક્ત હોવાથી આથો પર વિજય મેળવવા પ્રયત્ન કર. કોઈ પણ પ્રકારે મિથ્યા હોય તે દૂર થાય તેમ કર, વિરતિભાવ આદર, ઈક્રિયાને સયમ કર, કષાય પર વિજય મેળવ, વેગોને કબજામાં લાવ, ગરનાળાં બ ધ કર, નહિ તે વાત મારી જશે અને તુ ખરેખર રખડી પડીશ નકામી આળપ પાળ છેડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર, એને લાભ લે અને આશ્રવને બરાબર ઓળખી લે.
૭. એક બાબત ગેરસમજતી થાય તેવી છે તે પણ કહી દેવાની જરૂર છે યોગોનો શુદ્ધ ઉપયોગ થાય છે તેથી શુભ કર્મોનો બ ધ થાય છે સારી ક્રિયા કરવાથી શુભ કર્મબ ધ થાય છે અને તેથી સાતવેદનીય, દેવગતિ, દીર્ઘ આયુષ્ય, સુદર શરીરાદિ મળે છે, પણ વિશેષ ઊડી નજરે જોતાં એ પણ બ ધન છે. સેનાની બેડી પણ આખરે બેડી છે અને મેટા મહેલમાં કેદ રાખે તો પણ તે આખરે જેલ જ છે એમા કાઈ રાચવા જેવું નથી.
વ્યવહાર નજરે પુણય ઠીક છે, પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ તેમ ગણી શકાય. વસ્તુત શુભકર્મો પણ ભોગવ્યા વગર છુટકારે થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં અટકવું પડે છે. મેક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બ ધન જ છે અને સમજુઓ તો તેને પણ એ જ નજરે જુએ છે એ નિવૃતિ (મેલ)ને સુખની આડે આવનાર છે અને ઉચ્ચ ભૂમિકાએથી જોતા એવા સુખો પણ સવ વગરના છે
વાત એક જ છે કે ગમે તેમ કરીને અત્ર વર્ણવ્યા છે તે સર્વ ગરનાળા બ ધ કરવાની જરૂર છે અને તેમા વગર સકેચે આગળ વધવાની આવશ્યકતા છે. આશ્ર સારા અને ખરાબ બંને પ્રકારના કર્મો લઈ આવે છે આત્મપ્રગતિ ઈચ્છનારે કઈ પણ પ્રકારના કર્મોની ઈચ્છા કરવા જેવું નથી
૮. એટલા માટે આશ્રવરૂપ પાપોને રોધ કરવા નિશ્ચય કર અને શાંતસુધારસ વાર વાર પાન કરીને પ્રમોદ કર, મજા માણ. આરા તારે ન જોઈએ અને એ સર્વ ગરનાળા પ્રયત્ન કરીને બંધ કરવા જ જોઈએ અને તેમ કરીને વધારે થતો ભાર અટકાવવો જોઈએ. જે ગરનાળાં બધ થશે તે આવક અટકી જશે પછી તળાવમાં જેટલો કચરો છે તેટલાને જ સવાલ રહેશે તેને માર્ગો છે તે તુ અન્યત્ર સુરતમાં જ જોઈશ. અત્યારે તો આશ્રોને ઓળખી લે અને ઓળખીને એની આત્મા ઉપર જે ભય કર અસર થાય છે તેને તુ સમજી લે બને તેટલો વખત એ આશ્રાને
કાઢ અને એને બરાબર ઓળખી " -