________________
૨૨૮
તસુધારસ
ધ્યાનમાં રહે છે ત્યાગમાં ઘસારે કદી પડવાને નથી. આ શરીરને તો મોકળુ મૂકવામાં આવે તો એ અનેક ઘસારાને તાબે થાય છે. ત્યાગની મજા શી છે એને ખ્યાલ જેલજીવનમાં કાંઈક થાય છે. સ્વવશ હોય ત્યારે આવી જ રીતે રહેવાતું હોય તો આ ચેતનની કેટલી પ્રગતિ થાય તે અન્ય પ્રસ ગે વિચારવાની તક લેવાશે. વાત એ છે કે પરવશતાથી ત્યાગ થાય તે વિરતિની કક્ષામાં ન આવે આપણે તો સમજણપૂર્વક ઘસારો ખાઈ ત્યાગની ખાતર ત્યાગ કરવો ઘટે અને પ્રાણાત કષ્ટ એ નિયમ–નિશ્ચયથી પાછા હઠવું ન ઘટે.
અવિરતિનું દ્વાર ખુલ્લું મૂક્યું હોય તે પાર વગરની આપત્તિ કરાવે તેવા કર્મો આ પ્રાણી એકઠા કરે છે અને તેમાં વધારો કરતો જાય છે
૪. આશ્રો-કર્મગ્રહણના માર્ગોને એક મેટા વિભાગ ઇકિદ્વારા પ્રાપ્ત થાય છે. એ પણ ભારે વિષમ છે આપણે ઈન્દ્રિયોને તે એટલી મોકળી મૂકી દઈએ છીએ કે “એશઆરામ એ જ આ યુગનુ સાધ્ય બનતુ જોવામાં આવે છે આપણું ફરનિચર પણ એવું જ થતુ જાય છે. આપણું ખાવાના કેડ એવા જ, આપણે આનો ઉપયોગ કટાક્ષ કરવામાં, રૂપ જોવામા, નાટક-સિનેમા જોવામાં, આપણું કાન ગાન સાંભળવામાં, અને સ્પશની તે વાત જ શી કરવી ?
અન ત જ્ઞાનને ધણું કયા રમી રહ્યો છે ! કેવા કીચડમાં એ ભરાઈ બેઠે છે! એને શેમાથી માની લીધેલુ સુખ મળે છે !
હાથીને કેવી રીતે પકડે છે? એક મેટે ખાડો બનાવવામાં આવે છે, તેને ઘાસથી ઢાકવામા આવે છે અને ઢાકણ ઉપર હાથીને લોભાવવા માટે કાગળની હાથણી મૂકવામાં આવે છે મસ્ત હાથી ગાડ થઈ હાથણીને સ્પર્શ કરવા જતા ખાડામાં પડે છે સ્પર્શ સુખની લાલસામાં એને ભાન રહેતુ નથી તેથી બાકીની આખી જિંદગી પરાધીનતા વેઠે છે સ્પર્શેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ !
લોઢાના વાકા કાટાને છેડે મીઠી ગોળી બાંધી પાણીમાં નાખે છે માછવુ તેને ખાવાને લોભે દેડી આવે છે ખાવાનું મળે છે પણ હૂક ગળામાં પરોવાઈ જાય છે તેથી મરણ પામે છે એક રસેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ !
કમળની ગ ધથી આકર્ષાઈ ભ્રમર તેના પર બેસે છે. સાજ થાય ત્યાં કમળ બ ધ થઈ જાય છે અદર રહેલો ભ્રમર – ગળાઈ મરે છે નાસિકા-ઘાણને વશ પડી એ પ્રાણ આપે છે !
દીવાની જ્યોતથી આકર્ષાઈ પત ગિયુ દીવામા પડે છે. દિવાની શગમાં બળી મરે છે અથવા તેલમાં ડૂબી મરે છે અને પ્રાણ ખુએ છે ચક્ષુને વશ પડી પ્રાણની આહુતિ આપે છે
સુદર અવાજ સાભળવા લલચાઈ આવેલુ હરણ પારધિની જાળમાં ફસાઈ, પકડાઈ જાય છે અને કણેન્દ્રિયને વશ પડી પ્રાણ ગુમાવે છે
આવી રીતે એક એક ઈન્દ્રિયને વશ પડીને જનાવર તેમ જ જીવડાઓ પ્રાણ આપે છે વિષય-વિનોદને રસ પરિણામે કેવો આકરે પડી જાય છે તેના આ વલત દાખલાઓ છે