________________
આઝવભાવના
રર૭
દશા એ અવિરતિ, ત્યાગનો અભાવ જ્યારે આ પ્રાણી પોતાની જાતને મોકળી મૂકી દે છે ત્યાર પછી એને કોઈ જાતનો વિવેક રહેતો નથી ગમે ત્યારે ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે ત્યાં રખડવું, ગમે તેવું બોલવું અને અવ્યવસ્થિત ચર્ચા કરવી એ સાધ્ય વગરનું જીવન છે. એવા જીવનને જેમ પવન લાગે તેમ તે દોરવાય છે
વિષયને વશ પડેલે આ પ્રાણી કેવા ચાળા કરે છે તેને ચિત્રો ઘણા અપાઈ ગયા. વાત એ છે કે એ જ્યારે એ માર્ગે એક વાર ચાલવા માંડે છે ત્યાર પછી એને કાઈ અકુશ રહેતો નથી. એ સર્વના પરિણામો અતે ભેગવવા પડશે એ પણ એ ભૂલી જાય છે. એ તો ગાડા હાથીની પેઠે ઝૂલ્યા જ કરે છે અને ભૂખ્યા જનાવરની પેઠે જ્યા ત્યાં ત્રાપ મારે છે. આવાં પ્રાણીને કર્મબ ધ પાર વગરને થાય છે અને પછી એ કર્મો જ્યારે પરિપાક-દશાને પામે છે ત્યારે એણે સેકડે ટુ છે ખમવા તૈયાર રહેવું પડે છે.
આ ભવમાં જીવને દુખો કેટલા પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ છીએ જુવાનીના અત્યાચારે ઘડપણને કેટલું વિરસ બનાવી દે છે અને દુરાચારીઓ જેના નામે પણ આ પુસ્તકમાં લખવા ન ઘટે તેવા ભયંકર વ્યાધિઓ ખમે છે તે પર ઉલ્લેખની જરૂર ન હોય અને પરભવમાં આવા પ્રાણીઓ કક્ષાના ક્યા તણાઈ જાય છે અને ત્યા જે અપર પાર દુ ખો પામે છે તે કલ્પનાતીત છે
અહી પ્રસંગોપાત્ત પચ્ચકખાણની–ત્યાગની એક વાત જરૂર સૂચવવા ગ્ય છે સાચા ઉપદેશની અસર તળે અથવા શાત એકાગ્રતામાં સારા નિશ્ચયે થાય તે વખતે સુદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એનું નામ પચ્ચખાણ કહેવાય છે
સુદર ક્ષણે જીવનમાં બહુ વાર સાપડતી નથી ખૂબ વિચાર કરી એવા પ્રસ ગે જે ધારણ નિત થાય તેને વળગી રહેવાથી જીવન એકધારુ અને લાભપ્રદ થાય છે - ત્યાગ ન કરવાને કારણે આ જીવ નકામો પાપચય પણ બહુ કરે છે એને ઓસ્ટ્રેલિયાના ફળ કે અમેરિકાના શાકે અહી મળવાના નથી, પણ સમજણપૂર્વક એને ત્યાગ ન કરે ત્યા સુધી એ તો ખુલ્લો રહે છે, વિને કારણે અપ્રાપ્ય ત્યાગ કરતો નથી અને તેના પુણ્યથી વચિત રહે છે. એ ઉપરાંત કેટલાક ત્યાગો તો એને ઐહિક લાભ કરનારા પણ હોય છે એ પરવશપણે માદો થાય ત્યારે ઘણું છોડી દે છે, પણ એવા જ ત્યાગ જે સમજણપૂર્વક વેરછાથી થાય તો એથી એને ખૂબ લાભ મળે સમજણનો ઉપયોગ ત્યાગમાં , પરિપૂર્ણપણે થાય તો નાન શેભે છે, નહિ તો એને કાઈ લાભ મળતો નથી
માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગદશામા ન રહેતા જેમ બને તેમ ત્યાગ કરવા નિશ્ચય કરવો ઘટે, પણ જે પાપકર્મને ગરનાળા ખુલ્લા મૂકવા હોય તે વિપાકદશા પ્રાપ્ત થાય ત્યારે પછી હાયન્વય કરવી ન ઘટે પસદગી કરવાને અન્ન અવકાશ છે સાથે એ પણ