________________
૨૨૪
શાંતસુધારસ
( ૫) આ આ નુ તત્ત્વ બરાબર સમજીને એનો ભાવ હૃદયમાં ઉતારો. એને બરાબર ઓળખવા. એ હેય – ત્યાગ કરવા ચોગ્યની કક્ષામાં આવે છે અને તેટલા માટે તે ખૂબ સમજવા જેવા છે. અને સમજીને ગભરાઈ જવા જેવું નથી. એના ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય ચેતનમાં છે તે જ્ઞાનીનાં પાસા સેવીને સમજી લેવુ. મનમાં નિશ્ચય કરે કે એના ઉપર વિજય મેળવવાની શક્તિ તારામાં છે.
આવી રીતે આશ્રવતત્ત્વને સમજીને સર્વ પ્રકારે એને નિરોધ કરવાને પૂરતા જેસથી પ્રયાસ કરે તારામાં તો અન ત શક્તિ છે એ આશ્રોને જગાડનાર તુ છે, પણ તેને દાબી દેવાની શક્તિ પણ તારામાં જ છે. માટે જરા પણ વિરોધની ગૂંચવણ રાખ્યા વગર એના પર વિજય મેળવવા માટે પ્રયત્ન કર અન ત શક્તિને ધણી , એની પાછળ પડીશ અને તેને નિધ કરવાને સાચે રસ્તો તને જડી આવશે તો તુ રસ્તે આવી જઈશ. અને ઉપર તને મક્ષ કેમ મળે –એવો પ્રશ્ન થયો હતો તેને જવાબ પણ મળી જશે.
માટે ઊઠ, જાગૃત થા તને તારુ ભવિષ્ય સુધાર. એ સુધારવુ તારા હાથમાં છે, અને તાગમા એ મેટા આકરા દુશ્મનોને જીતવા જેટલું અપર પાર બળ છે. તેયાર થઈ જા. ખૂબ વિચાર, સમજ અને અત્યારની તકનો સારે ઉપયોગ કર અત્યારે પ્રાપ્ત કર્તવ્ય આવોને ઓળખવાનું છે. તે તુ બરાબર વિચાર કઈ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સર્વા ગ ઓળખવા જોઈએ. એના ભેદ, ઉપભેદ, એના સહાયકો અને એનું બળ બરાબર સમજાય ત્યારે એની સામે થવાનુ બળ પ્રાપ્ત કરવાની સકલના કરી શકાય આપણે તેને કાંઈક ઓળખ્યા. હવે એને વધારે પરિચય કરીએ