________________
( ૧૯] આ આખા 2 થમાં શંગારરસની મુખ્યતા છે અને વચ્ચે વર્ણનમાં હાસ્ય, કરુણ વગેરે રસ જામે છે. એનું શબ્દચિત્ર અનુપમ અને ભાષા પરનો કાબૂ અસાધારણ છે. એમાં શાતરસને પ્રસંગ જ નથી એ આખે થ દવનિકાવ્યથી ભરેલો છે એની શાતસુધારસ ગ્રથ સાથે સરખામણે માત્ર ગેયતાની બાબતમાં જ થઈ શકે તેમ છે.
સ સ્કૃત સાહિત્યમા ગાઈ શકાય તેવા આ બે જ ગ્રથો છે રસિક જનોને ગીતગોવિંદ ગ્રંથ ખૂબ પસંદ પડે તેવા છે એની કાવ્યચમત્કૃતિ અતિ ઉચ્ચ પ્રકારની છે. સ સારને સમજનાર, અને તેના સ્વરૂપને જાણે એનાથી દૂર ભાગનારને શાતસુધારસ ગ્રથ ખૂબ મજા આપે તે છે. બનેની સરખામણી કઈ પણ રીતે કરી શકાય તેમ નથી એકમાં જે વાતનું પષણ છે તેનું બીજામાં મૂળ ઉખેડી નાખવામાં આવ્યું છે ગીતગોવિદમા અઘરસુધારસનું પાન કરવામાં જીવનને ધન્ય માનવામાં આવશે (સ. ૧ર-૫), ત્યારે શાતસુધારસમા જીવનને ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના ટીપા જેવુ અસ્થિર બતાવશે (૧૦–૧ અષ્ટક)
આટલું છતા બન્નેની ગેયતા ઘણો સુદર છે કવિ જયદેવને અને વિનયવિજય ઉપાધ્યાયનો પ્રયત્ન કાવ્યની નજરે સફળ ગણાય એક રીતે જોઈએ તો કવિ જ્યદેવનો માર્ગ સરળ હતો. એને શૃંગાર પોપવો હતે, લોકરુચિને અનુસરવુ હતુ અને પદ્ગલિક વિલાસનું શબ્દચિત્ર આપવુ હતુ એમા કાઈ ઓછાશ રહે તો લોકે પોતાની કલ્પનાથી પુરવણી કરવા તૈયાર હતા. પણ ઉપાધ્યાયશ્રી વિનયવિજયનો માર્ગ વધારે મુશ્કેલ હતો અને વિષયકષાયની વિરૂપતા, સ સારની અસારતા, જીવનની ક્ષણિકતા અને ત્યાગધર્મની શ્રેષ્ઠતા બતાવી જે સર્વ રાગની દષ્ટિએ ગમે છે તેને છોડાવી દેવાની વાત કરવાની હતી આવા ચાલુ નજરે ન ગમે તેવા ત્યાગના વિષયને તેઓ પોતાના પાહિત્યને વેગે ખૂબ ઝળકાવી શક્યા છે
સમસ્ત સંસ્કૃત સાહિત્યમા ગાઈ શકાય તેવા આ બે જ ૨ થે હોવાથી તેનું સામ્ય અત્ર રજૂ કરવું જોઈએ, બાકી એકમાં શગારને પોષ છે અને બીજામાં શંગારને તો છે, ત્યા સમાનતા તો ક્યાથી આવે? ત્યાગની બાબત વિષમ છે, કર્કશ છે, પ્રથમ દૃષ્ટિએ અનાદરય લાગે તેવી છે અને બહુધા શુષ્ક હોય છે તેવી બાબત શ્રી વિનયવિજયે રસમય કરી બતાવી એ તેમની વિશિષ્ટતા છે શાતસુધારસ ગ્રથમા કોઈ પણ સ્થળે એમણે કર્કશતા આવવા દીધી નથી ભાષાની નજરે જોઈએ અથવા કાવ્યની નજરે જોઈએ તો જયદેવન ગીતગોવિદ જરૂર વધારે ઉચ્ચ સ્થાન લે તેવુ છે જયદેવ શબ્દોની પસંદગીમાં વધારે સફળતા મેળવી શક્યા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી, છતા આ શાતસુધારસ ગ્રથ સુદર ભાષામાં – ગેય ભાષામા – કૃતિપટું સુદર શબ્દરચનામા રચી શકાય છે એ અતિ વિશિષ્ટ હકીકત છે અત્યારે જેમ સ્ત્રીપાત્ર વગર નાટક કે શબ્દચિત્ર લખવું અશક્ય મનાય છે; તેમ જ શુગારની પોષણ વગર કાવ્ય કે ગેયરચના અશક્ય જ મનાય છે. એ અશક્ય વાતને શકય કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજય જરૂર અભિનદનને પાત્ર છે.