________________
રરર
શાંતસુધારસ માનનાર, નાની દુનિયાની પ્રશંસામાં રાચી જનાર, આખો વખત ઉશ્કેરાયેલી સ્થિતિમાં જીવન ગાળનાર, આત્માની સાથે બે-ચાર ઘડી વાત પણ ન કરનાર, બહિરાત્મભાવમાં રમણ કરનાર આપણામાના ઘણાખરાને આ પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ છે, મૂઝવી નાખે તેવો છે આવોના દ્વાર ખુલ્લા મૂક્યા હોય તે તે કઈ રીતે આરે આવે અને આ કર્મની ઝડપમાથી મુક્તિ મળી શકે તેવું જણાતુ નથી આથો આ પ્રાણીની સાથે એવી રીતે લાગી ગયા છે કે એનું થાળુ ભરાયા જ કરે છે - આ ગૂ ચવણવાળા પ્રશ્નનો ઉત્તર શક્ય છે. આવતી બે ભાવનામાં એનો જવાબ આપશુ. પણ આશ્રવને વિચાર કરતા તે આ પ્રાણી મૂઝાઈ જાય તેમ છે. જ્યારે શુભ-અશુભ સર્વ કર્મોને નાશ થાય ત્યારે મુક્તિ–મેલ થાય, પણ અહી તો થોડા દુર કરીએ તેટલા વખતમાં તે પાછા ભરતા જઈએ છીએ ટાકી ખાલી કરવા માડી તેની સાથે આવકનો નળ પણ ઉઘાડો હોય ત્યાં પત્તો ક્યા ખાય ?
વસ્તુસ્વરૂપે આનો વિસ્તારથી વિચાર કરતા પ્રાણીને મૂકવી નાખે એવી સ્થિતિ દેખાય છે ચેતન ! તુ આમ ને આમ ક્યા સુધી ચલાવ્યા કરીશ વેપારી નજરે તારે ત્યા (કર્મની) આવક વધારે છે, નિકાસ ઓછો છે તે તારી પેઢી કર્મધનમા તો માલદાર રહેવાની, પણ તુ એમાથી ઊ એ ક્યારે આવીશ ? તે માટે ખૂબ વિચાર
( ૩) તુ વિચાર કરી જે મહાપુયશાળી પુરૂએ કહ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગો આ ચાર આશ્રવ છે તેમણે પિતાના સર્વગ્રાહી જ્ઞાનનો ઉપયોગ મૂકીને સમાવ્યું છે કે એ ચારે મેટા આવકના ચીલાઓ છે, પરદેશી માલ ઉતારવાના મેટા ડાઓ છે, માલ ભરવાના મોટા ગોડાઉનો છે, કર્મોને ખેચી લાવવાના મહાન આકર્ષકે છે, નાણુ જમે કરવાની મોટી બે કે છે.
દરેક સમયે એ આશ્રવઠારા કર્મો બાધતા પ્રાણીઓ ખોટા ભ્રમમાં પડીને સંસારમાં રખડ્યા કરે છે એ વિચિત્ર વિચારણાને વશ થઈ મનને રખડાવ્યા કરે છે, ગમે તેવું બેલે છે, શરીરનો ઉપયોગ કામ કરવામાં કર્યા કરે છે અને તે જ પ્રકારે મિથ્યાત્વને વશ પડી સાચા દેવ-ગુરુ-ધર્મને ઓળખતા નથી, ત્યાગ કરતા નથી અને કોધ, માન, માયા, લોભમાં રમ્યા કરે છે.
કર્મબંધનના આ ચાર હેતુઓ છે, એના વિભાગો ૫૭ છે, એ અત્ર જરા ધ્યાનમાં લઈ લઈએ પાંચ મિથ્યાત્વ :
(૧) અભિગ્રહિક-બેટી વાતનો દુરાગ્રહ (૨) અનભિગ્રહિક–અસત્યને સત્યની કોટિમાં મૂકવું તે (બધા ધર્મને સરખા ગણવા) (૩) અભિનિવેશ–સાચા અર્થને ગોપવી કુયુક્તિની સ્થાપના.