________________
૨૧૪
શાંતસુધારસ ૧૮. જીવને વિદારવા અથવા અન્યના પાપને જાહેરાત આપવી, અન્યની પૂજને નાશ કરવો તે વિદારણિકી ક્રિયા.
- ૧૯ ઉપગરહિતપણુ તે અનાભેગ. શૂન્યચિત્તે વસ્તુ લેવી–મૂકવી, યા સાફ કર્યા વગરની જગ્યાએ શરીરને રાખવું તે “અનાગિકી કિયા?
૨૦ શાસ્ત્રમાં કહેલી વિધિનો અનાદર કરે અથવા ધૃતતાનો આશ્રય લઈ આ લોકપરલોક વિરુદ્ધ આચરણ કરવું તે “અનવકાંક્ષા પ્રત્યાયિકી ક્રિયા'
૨૧. મન-વચન કાયાના યોગોની સકપાય પ્રવૃત્તિ કરવીન્દ્રોહ, ઈ, અભિમાન આદિ મનવ્યાપાર, હિ સાપ્રેરક જૂઠો વાગવ્યાપાર, ચાલવું દોડવુ તે કાયવ્યાપાર – તેથી થતી ક્રિયા તે માગિકી ક્રિયા
૨૨. ઇંદ્રિયની પ્રવૃત્તિ એવા સપૂર્વક કરે કે જેથી આ કર્મો એક સાથે તીવ્રપણે બધાય તે “સામુદાનિકી ક્રિયા.”
ર૩ માયા અને લોભથી પ્રેરાઈ રાગવચન બોલે, રાગની વૃદ્ધિ કરે તે પ્રેમિકી કિયા ૨૪ ફોધ અને માનથી ગર્વવચન બેલી ડેષ ઉપજાવે તે કૅપિકી ક્રિયા,
ર૫ માત્ર કાયાના હલનચલન વગેરે પ્રવૃત્તિથી જે કિયા લાગે તે ઈપથિકી કિયા” આ ક્રિયા અપ્રમત્ત સાધુ તથા કેવળીને પણ લાગે
આ પ્રમાણે આશ્રવની હકીક્તને ખ્યાલ સ્પષ્ટ કરી કહ્યું. એ કમને લાવવાના ઘેરી માગે છે, મેટાં ગરનાળા છે અને તે દ્વારા શુભ તથા અશુભ બને પ્રકારના કર્મો આવી, તેલ ચાળેલા શરીર પર જેમ રજ લાગે છે તેમ આત્મા સાથે ચાટી જાય છે. શુભ કર્મો પણ ભેગવ્યા વગર ચાલતુ નથી એના ઉદય-વિપાકને પુણ્ય કહેવામા આવે છે એ સેનાની બેડી જેવા છે પણ એનું સુવર્ણત્વ વિચારમાં રાખવાનું નથી, એનુ બેડી––શૃંખલાત્વ લક્ષ્યમાં રાખવા જેવું છે પચશે ક્રિયાઓને સુકમ નજરે વિચાર કરવામાં આવશે તો તે દરેકમા મનવચન-કાયાના યોગો અને કયા ખૂબ કામ કરતા દેખાશે અને એક રીતે વિચારીએ તો એ નાના ગરનાળાઓ અને યોગ અને કવાયના મોટા ગરનાળામાં થઈને સરોવરમાં કર્મપ્રવાહની ભરતી કરે છે. આ આશ્રાને ખૂબ સમજવાની જરૂર છે. એને બાહ્ય અને આતર વ્યાપાર બરાબર ખ્યાલમાં લીધા વગર આ ભાવના ભાવી શકાય તેમ નથી આ પ્રાણી આ આવમા રામા રહે છે અને એની પ્રત્યેક ક્રિયા પ્રાય આશ્રવરૂપ થઈ જાય છે. તેનાથી કેવી રીતે ચેતવુ તે એની ભાવના છે. અહી તો આશ્રવ સમજવા પૂરતી હકીકત ઉપોદઘાતરૂપે લખી છે એની ભાવના માટે લેખકશ્રી સાથે ચાલીએ અને સહજ વક્તવ્ય આ પ્રકરણની આખરે કરવા ઈચ્છા રાખી, હવે થર્તા સાથે પૂર્વ પદ્ધતિએ આગળ વધીએ.