________________
૨૧૨
શાંતસુધારસ
આશ્રવ કહેવાય એક કોઠારમાં અનાજ ભરાતુ હોય અને બીજી બાજુ નીકળતું હોય તો એ ભરાવાના માર્ગોને આશ્રવ કહેવાય. કર્મ આવવાના માર્ગોના નીચે પ્રમાણે વિભાગ પાડી શકાય છે, સક્ષેપ વર્ણન જ અત્ર કરાય છે
૧. ઈદ્રિય—એના પાચ પ્રકાર છે જિહા, નાસિકા, ચક્ષુ અને કર્ણ. આ ઈદ્રિયની રાગપયુક્ત પ્રવૃત્તિ એ આશ્રવ છે. ઇન્દ્રિયની પ્રવૃત્તિ રાગદ્વેષપૂર્વક હોય તે જ આશ્રવ થાય છે એ ખાસ ધ્યાનમાં રહે. એની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વગરની હોય તો એ ગરનાળું બધ થાય છે.
૨. કયાય –સ સારો લાભ (વૃદ્ધિ) જેનાથી થાય તેવા ફોધ, માન, માયા અને લભ, આ ચાર એના મુખ્ય ભેદ છે.
એની ગાઢતા પ્રમાણે એના વિભેદો પણ થાય છે અને તેમના પેટામાં હાસ્યાદિ કષાચેનો સમાવેશ થાય છે. કમને રસ અને સ્થિતિ મુકરર કરવામા આ કષાયે ખૂબ અગત્યનો - ભાગ ભજવે છે.
૩. અત્રત – અવિરતિ પણ એના પાચ વિભાગ છે (ક) પ્રમાદથી થતો પ્રાણવધ તે પ્રણાતિપાત (ખ) અસત્ય ભાષણ તે મૃષાવાદ (ગ) વગર દીધેલ વસ્તુ લેવી તે અદત્તાદાન (ઘ) જાતીય સ બ ધ, કામરાગથી સ્ત્રી-પુરુષનો શરીરસ બંધ તે મિથુન (ડ) સ્વામિત્વસ્થાપન, પદાર્થો ઉપર મૂછવૃત્તિ એ પરિગ્રહ
આ પાચને અગે ઘણે વિસ્તાર છે અને તે સમજવાની જરૂર છેઅવિરતિને કારણે પ્રાણી અનેક પાપ સમજણ વગર વહોરી લે છે.
૪. ગ–મન, વચન, કાયા, એની પ્રવૃત્તિ શુભ અથવા અશુભ. એ પ્રવૃત્તિથી કર્મોનું આગમન થાય છે જેવી પ્રવૃત્તિ તેવા કર્મ. રસબ ધ અને સ્થિતિ ધમા કષાય સાથે આ રોગો પણ એટલા જ ઉપયોગી ભાવ ભજવે છે
આવી રીતે ૫ ઈદ્રિય, ૪ કલા, ૫ અવિરતિઓ અને ૩ યોગ એમ ૧૭ ભેદ થયા. અને નીચે ૨૫ ક્રિયાઓ બતાવીએ છીએ તે મળીને કર્મ આવવાના ૪૨ માર્ગો–રસ્તાઓગરનાળાઓ છે એના ઉપવિભાગો તો પાર વગરના થાય અને વળી દરેકમાં તરતમતા પણ ઘણું હોય હવે આપણે ૨૫ ક્રિયાઓને સમજી લઈએ.
ર૫ ક્રિયાઓ –(બહુ સૂક્ષ્મ દષ્ટિએ સમજવા યોગ્ય છે)
૧ દુષ્ટભાવયુક્ત થઈ કામવાસના વગેરે માટે પ્રયત્ન કર-શરીરને અયતનાપૂર્વક પ્રવર્તાવવું તે “કાયિકી ક્રિયા.
૨ હિસાના સાધનોને ગ્રહણ કરવા–તલવાર, બ દૂક, બેબ, ટેરપિડા વગેરે તૈયાર કરવા, વાપરવા અને એની ચેજના કરવી તે “અધિકરણુકી ક્રિયા
-