________________
શ્રીસકળચંદ્રજી ઉપાધ્યાય વિરચિત છઠ્ઠી અશુચિભાવના :
(રાગ–કેદારો-ગેડી) માસ મળ મૂત્ર રુધિરે ભર્યા, અશુચિ નરનારી દેહ રે; વાસણી કંભરે ભાવિયે, અ ત દિયે જીવને છહ રે, મં. ૧ અશુભ બહુ રોગ કફ નિતુ વહે, એ ભખે ભક્ષ્ય અભક્ષ્ય રે;
દેહને જાણ જોખમ ઘણું, દેહ બહુ જીવને ભારે મં૦ ૨ ભાવાર્થ-હે આત્મા ! સર્વ સ્ત્રી-પુરુષના શરીર માસ, મળ, મૂત્ર અને રુધિર કે લોહી તદ્રુપ અશુચિથી–અપવિત્ર પદાર્થોથી ભરેલા છે. તે દેહને મદિરાના ઘડા જે અપવિત્ર માન – સમજ, વળી એવો અપવિત્ર હોવા ઉપરાંત અને તે જીવને છેહ આપે છે અર્થાત તેનાથી જુદા પડી જાય છે. તેનું ગમે તેટલું લાલનપાલન કર્યા છતા તે તે આયુસ્થિતિ પૂર્ણ થયે જીવને કહે છે કે- તુ મને છેડીને ચાલ્યો જા” એવો એ કૃતધા છે.
વળી તે દેહ અશુભ છે, બહુ પ્રકારના રોગોથી ભરેલો છે અને તેમાંથી કફ વગેરે અશુચિ પદાર્થો નિરતર વહ્યા જ કરે છે એમ છતા આ જીવ તે દેહને પ્રસન્ન કરવા ભક્ષ્ય, અભક્ષ્ય - ખાવા ગ્ય કે ન ખાવા યોગ્ય અનેક પદાર્થોનું ભક્ષણ કરે છે, તેમાં વિવેક જાળવત નથી. પરંતુ તુ સમજજે કે આ દેહને માથે અનેક પ્રકારના જોખમે રહેલા છે અને તે દેહ અનેક જીવોનું ભક્ય બનવાનું છે ૧-૨