________________
અશુચિભાવના
૨૦૭ ખલાસ થઈ જતા વાર લાગતી નથી. કેઈ દમવાળાની પીડા જોઈ હોય તો ધમણ ચાલતી લાગે અને ઉધરસ ખાતા કે બડખા પાડતા જોયા હોય તો ચીતરી ચઢે. આ વાત લંબાવીએ તો ક્યા અટકવુ તે સૂઝે તેમ નથી. આવી રીતે અનેક વ્યાધિનુ ઘર એ શરીર છે અને તેને માટે અનેક ગ્રંથો લખાયા છે – જે વૈદકીય ગ્રો કહેવાય છે, કેઈએને આયુર્વેદ પણ કહે છે. શરીરના વ્યાધિઓ પર ગ્રથો, એનો અભ્યાસ, એનો ધંધો અને એ સ બ ધી આટલી વિચારણાઓ !
ઉપરની ચામડી ન હોય તે આ શરીરની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જેના ઉપર મહ થાય એના કયા વિભાગને ઉઘાડ્યો હોય તો પ્રાણી ઘૂથુ ન કરે ? – એ જ એકલો પ્રશ્ન રહે છે અને છતા મોહરાજાએ આને એવો તો દારૂ પાયો છે કે એ એને ચુબનો ભરવા મડી જાય છે! એ એના સ્પર્શમાં સુખ માને છે. એના અભિખ્ય ગમા લીલા કરે છે. એ જ ઘડીએ જો ઉપરની ચામડી ખરી પડે તો આ ભાઈશ્રી ત્યા એક મિનિટ પણ ઊભે રહે ખરે? અને એનું નામ જ કેફ, એ જ મોહની મદિરા, એ જ વિવેકબુદ્ધિને નાશ ! કઈ વખત માદા માણસ પાસે જવાનું થાય અને તેને ઉધરસ આવતી હોય, પાસે બડખા નાખવાનું વાસણ પડ્યું હોય, આ વખતે મનમા શે વિચાર આવે છે? દુર્ભાગ્યે એવા વખતના વિચારો કાયમ રહેતા નથી એટલે આ પ્રાણી પાછો ધ ધે વળગી જાય છે અને પિતાને જાણે એવા શરીર સાથે સ બ ધ જ નથી એવી બેદરકારીમા દેડડ્યો જાય છે
આખા શરીરની રચના જુઓ ! એની અંદર નાડીઓ, લેહીનું વહન, શિરાઓ વગેરેને વિચાર કરો આતરડાના મળને ખ્યાલ કરો અને સારામાં સારાં અન્ન, દૂધ અને પાણીની થતી અવદશા વિચારપૂર્વક ધ્યાન પર લો તે ઘણે મોહ ઓસરી જાય તેમ છે શરીરના પ્રત્યેક ભાગનો આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તો બહુ જાણવા જેવું મળે તેમ છે એમાં કશે સદેહ નથી
' એક બીજી વાત આપણું કપડા દરરેજ શા માટે ધોવા પડે છે? શું એને બહારની રજ લાગે છે એટલા માટે જ ના શરીરમાં સાડાત્રણ કરોડ દ્વાર (રામરાજી) છે, તે પ્રત્યેકમાથી દુર્ગ ઘ અને અપવિત્ર રજ-પરસેવો વગેરે નીકળે છે એ સારામાં સારા કપડાને પણ અપવિત્ર બનાવે છે એવા શરીરની આસનાવાસના કરવી કેમ પાલવે અને એને ચાટવું તે વાત શોભાસ્પદ ગણાય ખરી? જે ખાધેલ ખોરાકને તુચ્છ બનાવે, વાને મેલવાળા બનાવે, લગાડેલ પદાર્થને દુધવાળા બનાવે અને જરા પડે તો પડી જાય, હાડકા ભાગે તે દિવસે સુધી પથારી કરાવે અને દરરોજ અનેક પ્રકારની ચાકરી માગે તેવા શરીરની સાથે કેમ કામ લેવું તે સમજણથી વિચાર કરવા જેવું છે
આવી રીતે અનેક કારણે શરીર અપવિત્ર પદાર્થોથી ઊપજ્યુ છે, અપવિત્ર પદાર્થો વચ્ચે વધ્યું છે, અપવિત્ર પદાર્થોથી ભરેલું છે અને સારામાં સારા પદાર્થોને ખરાબ કરનારુ છે એ વાત વિચારી શરીરની અપવિત્રતા ધ્યાવવી.