________________
અશુચિભાવના
૨૦૩ છે મીઠાઈ બનાવવી હોય તો મોટી ખટપટ કરી મૂકે છે. સાકરની ચાસણી, પદાર્થોની વિપુલતા અને તૈયાર કરવાના તથા ઉપર ચઢાવવાના અનેક સામાન લાવે છે. ઉપર વળી ઘી તથા બદામ, પિસ્તા, ચારોળી વગેરે નાખે છે.
અનેક સામગ્રીઓથી તૈયાર કરેલ અન ખાધા પછી પેટમાં જાય છે ત્યાં ચાર કલાક બાદ એ સર્વનું શું થાય છે? એની વિષ્ટા થાય છે, તેને જોઈ તુ ધૂકે છે, તેને કાઢવા પ્રયત્ન કરે છે અને તેના તરફ સૂગ લાવે છે એક સુ દર થાળમાં અનેક સુંદર રસેઈની ચી, મીઠાઈઓ, શાકાદિ હોય તે પેટમાં ગયા પછી આ દશા પામે છે.
તે ગાયનું દૂધ વાપર્યું હોય અને તેના ઉપર સાકરાદિના પ્રયોગ કર્યા હોય તેનું અને મૂત્ર થાય છે અને તેને ક્ષેપ કરતા પણ તારે વિવેક રાખવો પડે છે અને નહિ તે તારો દંડ થાય છે. ગાયના મૂત્રનો તો ઉપયોગ પણ થાય છે, પણ એના દૂધનો તે ઉપ
ગ કર્યો તે પછી તેનું જે મૂત્ર તારા શરીરમાં થાય છે તે તો અતિ નિદનીય બને છે. તારા મૂત્રની કિમત ગાયના મૂત્ર જેટલી પણ નથી એ ધ્યાનમાં રાખજે.
આ સર્વ દાખલા ઉપરથી તાગ સમજવામાં આવ્યું હશે કે તારુ શરીર તો સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાથી કચરે જ બહાર નીકળે છે. આવી શરીરની બાહ્ય સ્થિતિ છે એ સારાને બગાડે છે, સુ દરને વિરૂપ કરે છે, સ્પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સ બ ધમા આવનારને વિકારી બનાવે છે અને એ જે શરીર કહેવાય છે તેને તુ પવિત્ર માને છે તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તુ વગર લગામે ક્યા સુધી ચાલ્યા કરીશ તેને ખ્યાલ કર
૭. આ શરીરને માટે નીચેની બાબતે વિચારી જો • (ક) એ પુદૂગળને સમૂહ છે. (ખ) એ મળથી ભરેલું છે. (ગ) એમાં માત્ર કચરો છે અને કોઈ સારી વસ્તુ નથી. (ઘ) એ સારા પદાર્થોને ખરાબ કરનાર છે. () એ સુદર કપડાને દુર્ગ ધી બનાવનાર છે
આમાની કઈ પણ બાબતને માટે ખુલાસાની ખાસ જરૂર હવે રહેતી નથી શરીર પુદ્દગળને ઢગલો છે એમાં કાઈ સ દેહ જેવુ નથી એની આ દરની સર્વ વસ્તુઓ સ્થળ છે એમાં કોઈ જાતની શ કાને સ્થાન નથી અને એ સારી વસ્તુને બગાડી મૂકે છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ.
ત્યારે શુ એ શરીરને ફેકી દેવું ? એને ઉપયોગ કાંઈ કરે કે એને ફગોળી દેવું ? એ વિચારવા જેવી વાત છે કેટલાક એને માજશેખનું સાધન માને છે, કેટલાક એનાથી