________________
૨oo
શાંતસુધારસ હોય કે હાથ બંગડીએથી, વી ટીઓથી, ઝવેરાતથી ભરી દીધા હોય અને ગળામાં નવસર મોતીની કે લીલમની માળા પહેરી હોય અને ઉપર મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય તો પણ સૂઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ તે શરીરમાંથી ઝમ્યા જ કરે છે. હવે આવાને માટે તે દાખલો પણ શો આપવો ?
તુ જે ! કોઈ વા કચરાના હોય છે દેશમાં એને ખાળકૂવા કહે છે. એમાં મળ અને મૂત્ર એકઠા થાય છે. એ કૂવાને સારો કોણ માને ? જેની વાત કરતા ભવા ચઢી આવે અને નજીક જતા નાક આડો રૂમાલ રાખવો પડે તેને સારે કોણ ગણે એની વાત પણ કોણ વિચારે? અને એના સ બ ધમાં માનપૂર્વક વિચાર તો કોણ જ કરે ?
આ દેહ છે ! જેને માટે પ્રાણ કેક કેક કરી નાખે છે તે દેહ આવો છે, તેના મૂળ આવા છે અને તેના પરિણામ આવા છે માત્ર એ બાબત તરફ આખમીંચામણ કરીને એ વાતને રાળીટાળી નાખવામાં આવે તો તે કાઈ કહેવા જેવું નથી, બાકી એમા એક પણ ભલી વાત હોય એમ જણાતું નથી
૩. પિતાની પાસે આવનારા પદાર્થોને શરીર કેવા બનાવી દે છે તેનો એક દાખલ જુઓ પિતાનું મુખ સુંદર લાગે અને આ દરનો પવન સુગંધી જણાય તેટલા માટે પ્રાણી પાન (તાબૂલ) ખાય છે પાનના બીડામાં તે એલચી, લવિંગ, બરાસ વગેરે અનેક સુગંધી પદાર્થો નાખે છે અને પછી તે પાનને કાથા–ચૂના સાથે ખાય છેઆવા માણસની પાસેથી નીકળે તે તેના મુખમાંથી સુધી નીકળતી જણાશે, પણ સવાલ એ છે કે એ સુગંધી કેટલો વખત ટકશે? પાન ચવાઈ રહ્યું અને એક-બે પિચકારી મારી કે પાછુ એ ભગવાન એના એ આ સ્થિતિ શુ બતાવે ? વાત એ છે કે મુખ પિતે અસુગંધી છે અ દર ત્યારે પવન જાય છે ત્યારે તો તે શુદ્ધ હોય છે, પ! અદરથી દુર્ગધ (Carbon) નીકળે છે. બહાર નીકળતો પવન એ દુર્ગધ લઈને નીકળે છે. અરે ! એની લાળ પણ કેવી હોય છે. કોઈ એને (લાળને) અડી જાય કે એ કઈ વસ્તુને અડી જાય તે તે વસ્તુ અભડાય છેમનુષ્ય બનતા સુધી કેઈનુ બેટેલું પાણી પીતા નથી, કેઈ એ ચાખેલ અન્ન ખાતે નથી, કારણ કે લાળમાં અનેક તિના પુદગલો ભરેલ હોય છે અને તે ચેપથી રોગોને પણ મોકલી આપે છે. એ લાળનો આકાર અને રંગ પણ સૂગ લાવે તેવા હોય છે કેઈએ મોં અણાવ્યુ હોય તો તેની પાસે ઊભા રહેવુ પણ ગમે નહિ એવી લાળ દિવસો સુધી નીકળે છે.
શરીરની આ સ્થિતિ છે ! એક મુખની વાત કરી ત્યા આટલી ઘણા આવે છે તે એના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે છે તો શું શું થાય ? વાત એ છે કે તાંબૂલવાળા મુખની સુગંધી પૂરી પાચ-૫દર મિનિટ પણ ટકતી નથી અને અતે અસલ સ્થિતિ આવી જય છે બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલા ટકે?
૪ખરી વાત એ છે કે શરીરમાં જે પવન જાય છે તે ત્યાં એવા પદાર્થોના સંબંધમાં આવે છે કે એ અસુગંધી થઈ જાય છે, વિકારવાળે થઈ જાય છે અને સુગ ધી પદાર્થોને મુખમાં રાખીને એ દુધને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે તે નિરર્થક થાય છે.