________________
અશુચિભાવના
૧૯ વળી સર્વ વસ્તુનુ તને અંતરદર્શન થાય છે–તારે માટે તે શક્ય છે તેથી તુ મહાતેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે, તેજસ્વી છે, ઉજજવળ છે અને તને ભેદજ્ઞાન શક્ય છે. તારામાં અત્યારે પણ તારુ શુ છે અને પર શું છે તે વિચારવાની શક્તિ છે એ વિવેક ક્યા જાગે ત્યા ખરે રસ્તો પ્રાપ્ય હાથ લાગી જાય છે. વર્તન પહેલા વિવેક થાય ત્યારે વતનમા આનદ આવે છે. આથી તુ જાગૃતવિવેક છે
આવા આવા અનેક રત્નો તારામાં ભરેલા છે અને તું તેથી તન્મય' છે તુ તારા શરીરનો વિચાર કરે છે, પણ તે તો મળથી ભરેલું છે અને મહાપ્રયત્ન પણ શુદ્ધ થઈ શકે તેવું નથી તે તેટલા માટે તારે પિતાનો જ વિચાર કર અને તે કેવો છે તેની ચિ તવના કર જે અતે પિતાનું નથી, મહાદગાબાજ છે અને હોય ત્યાં સુધી જે અનેક નકામી ઉપાધિઓ ઊભી કરે છે તેનો વિચાર તુ છોડી દે અને તારે વિચાર કર, તારે પિતાને વિચાર કરી
તુ શરીરનો મોહ છોડી શકતો ન હોય તે તુ નીચેની હકીકત વિચાર અને તેટલું છતા પણ તને શરીર પર મેહ થાય તે તુ જાણુ, પણ જે તુ જરા પણ વિવેકપૂર્વક વિચાર કરીશ તે બીજુ પરિણામ નહિ આવે જે તારા શરીર સ બંધમાં નીચે પ્રમાણે વિચારે છે તે તપાસી જે બરાબર ઊડે ઊતરજે અને પછી નિર્ણય કરજે.
૨. પ્રથમ તુ તપાસ કરીને જોઈશ તો સમજાશે કે શરીરની ઉત્પત્તિ જ એવી રીતે થાય છે કે એમાંથી તું કાઈ સારી આશા રાખ એ સર્વથા ફેકટ જ છે પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર એ બને ભેગા થાય ત્યા એ શરીરની ઉત્પત્તિ થાય છે પછી એ સ્થાનમાં– માતાના પેટમાં શુ ભરેલું હોય છે તે તું જે. એના ઉત્પત્તિસ્થાનની બાજુમાં મૂત્રાશય, આતરડા, માસ, મેદ, વિષ્ટા, હાડકા વગેરે ભરેલાં હોય છે આવુ એનુ ઉત્પત્તિસ્થાન છે અને ત્યા એ લગભગ નવ માસ પર્યત રહે છે એની આસપાસ મળ હોય છે અને એ મળથી વી ટાયેલ હોય છે. વળી એ શરીર પોતે મળ અને કચરાનો જ પિડ છે. શરીરમાં મળનો તે પાર નથી એમા મૂત્ર, વિષ્ટા, લેમ, કફ, પિત્ત, પસીનો આદિ ભરેલા છે એટલે એ મળને તે ખાડે છે તેમજ કચરાનો પણ ખાડે છે, કારણ કે એ ખરાબ પુદગળાને સમૂહ છે. એમા એ સિવાય બીજુ કાઈ પણ નથી
એવા ઉત્પત્તિસ્થાનવાળા અને એવા મળ–કચરાથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હોય ? તેમાથી તું કઈ વસ્તુની અપેક્ષા રાખે છે, જેના જેવા મૂળ તેવી તેમાથી ઉત્પત્તિ થાય છે આકડે વાવીને આંબાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીર્ય અને રુધિરમાં વિવત થાય, તેમાથી જે શરીર ઊપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હોય? અને કેમ હોઈ શકે ?
એને ગમે તેટલુ ઢાંકવામાં આવે, એના ઉપર ગમે તેવા લૂગડા કે ઘરેણાં પહેરાવવામાં આવે પણ એમાંથી અતિ બીભત્સ વસ્તુ વાર વાર ઝર્યા કરે છે. કપાળ ઉપર દામણી બાધી