________________
અશુચિભાવના : અષ્ટપરિચય
૧. બહુ સક્ષેપમાં ગેયની ભાવના કરી જઈ એ એ અષ્ટક બહુ સુંદર ભાવથી ભરેલું છે. આ શરીરને અતિ મલિન તરીકે ચિતવ એને મલિન ગણવાનાં કારણો છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે (૧) એ મળમાથી ઉત્પન્ન થાય છે (૨) એ ચારે તરફ રહેલા મળમાં ઊછરે છે (૩) એનામાં મળમૂત્ર ભરેલા છે. (૪) એના સર્વ ભાગે અતિ દુગ છા ઉત્પન્ન કરાવનાર છે. (૫) એ પવિત્ર પદાર્થોને અપવિત્ર કરનાર છે.
એના સ સર્ગમાત્રથી સુદર પદાર્થો ફેંકવા ગ્ય થાય છે. (૭) એની કઈ પણ પ્રકારે શુદ્ધિ થવી શક્ય નથી. (૮) એમાથી અનેક સ્થાનકેથી અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે.
એના ઉપરની ચામડી ઉતારી હોય તે આ દરનો ભાગ બીભત્સ દેખાય છે. –વગેરે કારણે, જેનું વિવેચન આ ભાવનામાં થયું છે અને થશે તે ખ્યાલમાં રાખી, એને મલિન–અતિ મલિન તરીકે વિચાર
અને છતા તેને કાઈ લાભ લેવો હોય તે તારુ મનરૂપ કમળ ઉઘાડ અને તેની અંદર ઊડે ઊતરીને જે. તુ ઉપર ઉપર વિચાર છેડી દઈને અ દર ઊતર. તને ઘણું જાણવાસમજવા જેવું ત્યાં મળશે
- આ તારા શરીરને પ્રેરનાર, મનકમળને વિકસાવનાર અ દર એક મહાપવિત્ર વિભૂતિ બેડી છે. એ કેવી છે તેનો ખ્યાલ કર. એ પવિત્ર છે, એ વિભુ છે, એ એક છે, એ મહાતેજોમય છે અને એ જાગૃતવિક છે એ તુ પોતે જ છે, પણ તુ એવી ગડબડમાં પડી ગયેલ છે કે તારા પોતાના સ્વરૂપને તુ ભૂલી ગયેલ છે જે તે આ પ્રકારે છે :
તારુ અંતરાત્મસ્વરૂપ પ્રકાશે ત્યારે તુ મહાપવિત્ર છે. તારામાં પરમાત્મદશા પ્રાપ્ત કરવાની સત્તા છે. માત્ર તારી પોતાની શક્તિને ઉપયોગ કરવાથી તે પ્રાપ્ય છે તે ખરેખર શુદ્ધ-નિર્મળ છે, મહાપવિત્ર છે અને તારામાં અન ત જ્ઞાન ભરેલું છે અને તે જ્ઞાનથી , સર્વ પદાર્થને જોઈ શકે તેટલી તારામાં શક્તિ છે એ દષ્ટિએ તુ સર્વવ્યાપી છે અને તેથી કરીને તુ વિભુ છે વિભુ એટલે સર્વવ્યાપી જ્ઞાનદષ્ટિએ તુ ખરેખર વિભુ છે જ્ઞાન સર્વ રેય વસ્તુને જાણી શકે છે અને તેથી જ્ઞાનની નજરે તુ સર્વત્ર છે. તે પોતે એક છે તારુ વ્યક્તિત્વ બરાબર સ્પષ્ટ છે તારા અસંખ્ય પ્રદેશ છે તેને એક તરીકે બતાવનાર છે જ્ઞાયક તરીકે તારા સર્વ અસખ્ય પ્રદેશમાં તું ફરી વળેલ (પરિણત) છે તારુ વ્યક્તિત્વ સર્વદા સિદ્ધ છે.