________________
અનુચિભાવના
૧૯૫
(૪ ૩.) ‘લસણ’ નામનુ એક કદ આવે છે. તેનામાં એટલી દુર્ગંધી હેાય છે કે એ ખાધા પછી કલાકા સુધી એની વાસ શ્વાસઢારા પણ બહાર પડે છે એ ખાનાર જાહેરમા– સભ્યસમાજમા કલાકા સુધી ભળી શક્તા નથી. આવા લસણને કપૂર સાથે રાખવામા આવે કે એને ખરાસમા રાખવામા આવે કે તેના પર કસ્તૂરી લગાડવામા આવે પણ એની વાસ જતી નથી અને એ કસ્તૂરી, કપૂર, ખરાસ કે એવા બીજા કાઈ પણ સુગ ધી પદાર્થની વાસ લેતુ નથી. સાધારણ વસ્તુ આવા તીવ્ર સુગધી પદાર્થાની વાસ ગ્રહણ કરે છે, પણ લસણુ તા કદી સુગ ધીથી વ્યાપ્ત થતુ જ નથી. એ ખીજા અનેક પદાને બગાડે ખરુ પણુ પાતાની તીવ્ર દુધ કઢી છેાડતું નથી અને ખીજા તીવ્ર સુગ ધી દ્રવ્યની વાસ લેતુ નથી. આ એક વાત થઈ
1
ખળ—લુચ્ચા માણસ ઉપર ગમે તેટલે ઉપકાર કરવામાં આવે પણ તે સુજનતાને ધારણ કરતા નથી ઘણા પ્રાણીએ એટલા ઊતરી ગયેલા હાય છે કે એને ગમે તેટલા લાભ કરા, એની મુશ્કેલીમા એને મદદ કરા, એને ખાવા-પીવાની સગવડ કરી આપે કે એને ધ ધે વળગાડી આપેા, પણ એ પેાતાનુ પાત પ્રકાશ્યા વગર રહેતા નથી. જીવતરનુ દાન કર્યું હાય, આખરૂ જતી ખચાવી હાય અને પૈસાની મદદ કરી હાય છતાં એ સ ભૂલી જઈ અણીને વખતે ઉપકાર કરનાર ઉપર જ એ નૈસર્ગિક ખળ પુરુષ આઘાત (અપકાર) જ કરે છે ધવળશેઠને રાજદ ડથી ઉગારનાર, દાણચારીના ગુન્હામાથી ખચાવનાર અને એના અટકેલા વહાણ તરાવી આપનાર શ્રીપાળના અતે એણે જીવ લેવા પણ પ્રયત્ન કર્યા અન્યની લાગવગથી અમલના સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરી-અધિકારી ઉપકાર કરનારને કેવા બદ્દલા આપે છે તેના દાખલા અજાણ્યા નથી જે પ્રાણી સ્વભાવથી હલકા હાય છે તેના પર આખા જન્મ ઉપકાર કરવામા આવે તે પણ તે સૌજન્ય ખતાવતા નથી. પેાતાને મદદ કરી ભણાવનાર સ સ્થાને વીસરી જનાર અને તેની અણુઘટતી ટીકા કરનારના અનેક દાખલા માદ છે મતલખ એ છે કે જેમ સજ્જન પેાતાના સ્વભાવ છેડતા નથી તેમ દુર્જન પણ પેાતાને સ્વભાવ છેાડતા નથી.
એવી જ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરવામા આવે તે પણ તે પોતાની સ્વાભાવિક દુર્ગ ધતા છેડે તેમ નથી એને ગમે તેટલા સુગધી દ્રવ્ચેાથી સુગ ષિત કરવામા આવે, એને ઘરેણા અને ઝવેરાતથી શેાભાવવામા આવે કે એને ન ખાવા ચેાગ્ય પદાર્થો ખાઈને અથવા ધૃતાદિ પદાર્થોના ઉપયાગ કરીને પુષ્ટ કરવામા આવે તે પણ એનામા સ્વાભાવિક દુર્ગ ધી એટલી બધી ભરી છે કે એ સર્વ વિલેપનો, અલ કારી અને પૌષ્ટિક પદાર્થોની દરકાર ન કરતા એ તેા દુધી જ રહે છે, પેાતાની દુર્ગંધ કદી તજતુ નથી
શરીરની પુષ્ટિ માટે માણસે કેવા કેવા પદાર્થો ખાય છે અને કેટલી જાતના પ્રયત્નો કરે છે! વસતમાલતી, અભ્રક, લેાહ આદિની વાત તેા અન્ય સ્થાને કરી છે, પણ ન ખાવા યોગ્ય દવાઓ પણ શરીરપુષ્ટિ માટે અનેક મનુષ્યા લે છે તે વખતે શરીરની આખર સ્થિતિ