________________
૧૪
શાંતસુધારસ
વળી સ્નાન કરે ત્યારે નવયુગનો હોય તો સાબુ વાપરે છે, પુરાણકાળમાં ખારો – ભુતડે વાપરતા હતા. કોઈ વખત એ માથાના બાલ સાફ કરવા ક કડી વાપરે છે, શરીરે પીઠી ચોળી ન્હાય છે, કેઈ વખત કેસૂડાના જળથી ન્હાય છે આવી રીતે ન્હાવાના અનેક પ્રકારના પ્રયોગ કરીને શરીરને સાફ કરવા પ્રયત્ન કરે છે, છતા એ આખો વખત તેના મનમાં ખાતરી હોય છે કે આ શરીર મળથી ભરેલું છે. મળ શબ્દમાં ખાસ કરીને વિષ્ટા અને ઉપચારથી મૂત્ર વગેરે અનેક અપવિત્ર પદાર્થોનો સમાવેશ થાય છે. શરીરમાં પસીને (પ્રદ) એટલો થાય છે કે ઉનાળાના દિવસોમાં ન્હાયા પછી બે ઘડી પછી, નહાયા ન ન્હાયા જેવું જ થઈ રહે છે
વળી શરીરે સ્નાન કરીને પછી તેના ઉપર ચદન લગાડવામાં આવે છે. અગાઉ શરીર ઉપર ચદન લગાડવાનો રિવાજ હશે એમ જણાય છેહાલ તો ન્હાયા પછી બાલ સાફ કરવા માથામાં તેલ નાખવાનો રિવાજ જાણીતું છે વળી તે પહેલા ટુવાલથી શરીરને ખૂબ ઘસવામાં આવે છે એટલે ઉપરનો કચરે નીકળી જાય અને લાગેલ પાણી સાફ થઈ જાય એ એમાં અપેક્ષા હોય છે
આવી રીતે હાઈ ધોઈ, સાફ થઈ શરીર પર દેશાચાર પ્રમાણે અથવા વ્યક્તિગત પદ્ધતિ પ્રમાણે ઉપચારકો લગાડવામાં આવે છે અને પછી આ ભલે–ભોળ પ્રાણી એમ માને છે કે આપણે મેલ દૂર થઈ ગયા અને પછી એને શરીર તરફ પ્રેમ થાય છે. પછી એ પિતાનુ મુખડુ કાચમાં જુએ છે અને કાચમાં જોતી વખતે જે અન્ય કેઈ એને જેતુ નથી એમ એની ખાતરી હોય તે તે મુખડા સાથે એવા ચેડા કાઢે છે કે જરૂર હસવુ આવે ગમે તે ડાહ્યો માણસ કાચમાં જુએ અને કાઈ ચાળા ન કરે એ બનવું મુશ્કેલ છે એ જીભ બહાર કાઢશે, ભવાં ચડાવશે અને કેક નખરા કરશે આ સર્વ ખાલી ભ્રમ છે, છેટે ઉન્માદ છે, મૂઢતાનું ખાલી પ્રદર્શન છે, મશ્કરી કરવા યોગ્ય બાળચેષ્ટા છે
ત્યા આખા મહેલા ક્યારે નખાય તે જગ્યાને “ઉકરડે” કહે છે એ ઉકરડે અભ્યાસ કરવા જેવી ચીજ છે એમા ટોપલા ભરીને ક્યરે પડયે જ જાય છે અને કચરો વિધવિધ વસ્તુઓનો બનેલો હોય છે કોઈ એ ઉકરડાને સાફ કરવા માગે છે તેને ધોવાથી તે સાફ થતું નથી એને તો હજાર સાબુએ ધુવે તે પણ તે ઉકરડો તે ઉકરડો જ રહેવાનું છે. એને સાફ કરતા જાઓ તો વધારે ચરો જ નીકળે ઉકરડો છેવાથી કે એના ઉપર સુગ ધી દ્રવ્ય નાખવાથી એ કદી સાફ થઈ શકતો નથી ઉકરડાને પવિત્ર કરવાનો રસ્તો પાણીથી સાફ કરવાનું નથી કે એના ઉપર સુગ ધી દ્રવ્ય નાખવાનો નથી એ જ રીતે શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગંધી ક લગાડવામાં આવે, એને ચંદનથી લેપવામાં આવે કે એને બરાસ લગાડવામાં આવે, પણ કોલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમા કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અદર અને બહાર એટલો મળ ભરેલું છે કે એને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂલક છે અને એના તરફ પ્રીતિ કરનારને “મૂઢની સજ્ઞા મળે છે