________________
અશુચિભાવના
૧૯૩
આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે એ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા બતાવતા કે એકત્વ અગર અન્યત્વભાવ બતાવતા જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે અને આ ભાવનામા અધિકારી દેહ છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવી. હવે આપણે 2 થકર્તા સાથે ચાલીએ.
એક માટીને ઘડો હોય, તેમાં દારૂ ભર્યો હોય, તે ઘડામાં નાના-મોટા કાણા હોય અને એમાંથી દારૂ આગળ-પાછળ ઝુમ્યા કરતો હોય આવા ઘડાની કલ્પના કરો હવે એ ઘડાને શુદ્ધ કરવો હોય–સાફ કરવો હોય તે કેમ થાય? એને બહાર માટી લગાડવામાં આવે પણ માટીના ઘડામાં તો નાના–મેટા છિદ્રો પાર વગરના હોય છે આ ઘડે જ છિદ્રવાળે (Porous) હોય છે એને બહાર માટી લગાડવામાં આવે અને અદરનો ભાગ શુદ્ધ જળથી સાફ કરવામાં આવે તો પણ દારૂનો ઘડે સાફ થાય ખરે ?
એવી જ રીતે આ શરીરમાં અતિ બીભત્સ હાડ, વિષ્ટા, મૂત્ર અને લેહી ભરેલા છે. તેને ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકે નહિ. એને સાફ કરવા માટે બહારથી ગમે તેટલા પદાર્થો લગાડવામાં આવે અથવા અ દરથી સાફ કરવા રેચ લેવામાં આવે તો પણ એ એવા-એવા પદાર્થથી ભરેલ છે કે દારૂના ઘડાની પેઠે એને સાફ કરવાના–એને પવિત્ર બનાવવાના સર્વ પ્રયત્ન તદ્દન નકામા નીવડે છે. શરીરની અંદર કેટલાક પદાર્થો તો એવા ભરેલા છે કે જે બહાર નીકળી શકે તેમ પણ નથી. દારૂના ઘડામા દારૂ તો કદાચ ફેકી દઈ શકાય, પણ હાડકા કે લોહી, ચરબી કે નસે કાઈ દૂર કરી શકાય તેમ પણ નથી. આથી એ શરીરને પવિત્ર કરવાનું કાર્ય વધારે મુશ્કેલ બને છે દારૂને ઘડો સાફ થઈ શકતો નથી, પવિત્ર બનાવી શકાતો નથી, તો પછી આ શરીરની અંદર તો સ્ર ઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ ભરેલી છે તેને કઈ રીતે શુચિ (પવિત્ર) બનાવી શકાય ?
શરીરમાં કઈ કઈ ધાતુઓ ભરેલી છે તેનો પૂરો વિચાર કરવાથી એને પવિત્ર બનાવવાના કાર્યની અશક્યતા ધ્યાન પર આવશે મુંબઈની ગટર સાફ કઈ રીતે થઈ શકે ? અને સાફ કરવા માટે ત્યાં તો બીજે કચરે પડતું જતું હોય ત્યાં સાફ થવાને સવાલ ક્યાથી આવે ? અને કચરામાનો અમુક ભાગ જ્યારે કાઢી શકાય તેવુ ન જ હોય ત્યારે તે પછી સાફ કરવાને પ્રશ્ન ભારે અગવડમાં આવે છે તાત્પર્ય એ છે કે – શારીરિક દૃષ્ટિએ આ શરીર શુદ્ધ થઈ શકે તેવું નથી.
( ૨) ઉપર પ્રમાણે હકીક્ત હોવા છતા આ પ્રાણ પિતાના શરીર સાથે કેવા ચેડા કાઢે છે તે ખરેખર જોવા જેવું છે. આ પ્રાણી વાર વાર ન્હાય છે, ચેખા પાણીથી વળી ફરી વાર ન્હાય છે. દિવસમાં એક વાર અથવા એકથી વધારે વખત સ્નાન કરે છે અને સ્નાન કરવા પવિત્ર પાણી-મીઠું જળ વાપરે છે. ખારૂ પાણી કે ગંદુ પાણી એ શરીરને સાફ કરવામાં વાપરતો નથી એને શરીરને સાફ કરવા માટે ખૂબ તજવીજ રાખવી પડે છે. ૨૫ ,