________________
અશુચિભાવના : પરિચય
( ૧) શરીર અને આત્મા જુદા છે એ વાતનો વિચાર ખૂબ થઈ ગયે. એ બન્નેનો ભિન્નભાવ હવે દર્શાવવાની જરૂર રહે તેમ નથી. છતાં કર્મ–જ જીરમા પડી આ જીવ–આત્મા શરીરમાં એટલો ગુ થાઈ ગયો છે કે આત્મા અને શરીર જાણે એક જ હોય એમ માની એ (આત્મા) શરીરને ખૂબ ૫ પાળે છે, એની આળપંપાળ હદ બહાર કરે છે અને એ જરા દૂબળું પડે તો પિતે પણ દૂબળો પડી જાય છે જેલમાં દર પખવાડિયે તેલ લેવાય છે ત્યાં પણ એ બે-પાચ રતલ ઓછો થાય તે અનેક પ્રકારની ફરિયાદ કરે છે અને વધારે દૂધ વગેરે મેળવવા યત્ન કરે છે. એ શરીર ખાતર અનેક દવા ખાય છે અને ઘણીવાર તો જે વસ્તુને અડતા પણ પાપ લાગે અને જેના નામે બોલતા ઊલટી આવે એવી તુરછ હિંસાપ્રાપ્ય દવાઓ ખાય છે. કેટલાક ભસ્મ-રસાયણે ખાય છે અને શરીરની ખાતરી છે કે કરી મૂકે છે એને હવા ખવરાવવા બહારગામ લઈ જાય છે અને એની ભક્તિ કરવામાં કાંઈ મણ રાખતો નથી એ ડોકટર પાસે જાય તો અનેક વાર છાની તપાસાવે છે અને ઘણીવાર ઘેલાઘેલા પ્રશ્નો પૂછી ડોક્ટરને પણ ક ટાળો આપે છે
શરીર માટે એને ભય પણ અદરખાનેથી બડુ હોય છે. એ ઉપર ઉપરથી બેદરકારી બતાવે છે, પણ સાથે જાણે છે કે એ કાચની કાયા છે, એને ભાગી જતા વાર લાગતી નથી. માત્ર એ એક જ વાત ભૂલી જાય છે કે “કાચની કાયા રે છેવટ છારની. શરીર માટે આમાની કેટલીક વાતો અનિત્ય, એકત્વ અને અન્યત્વ ભાવનામાં આવી ગઈ છે એટલે હાલ વધારે વિચારણા છેવટના ઉપહાર પર રાખી એ શરીર પોતે કેવું છે તે પર વિચાર કરીએ એ શરીરમાં શુ ભરેલું છે ? એ સારા પદાર્થોને પણ કેવું ખરાબ રૂપાતર કરી આપે છે અને એની ગમે તેટલી શુશ્રુષા કરવામાં આવે તો પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શકતી નધી એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેચવાનુ છે આ વિચારણા કરતા શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે તે વિચારી જવુ એમાં ખાસ કરીને માસ, લેહી, હાડકા, મેદ, વીર્ય, ચામડી આદિ ભરેલા છે એને નખ, બાલ ઊગે છે એ વાત ધ્યાનમાં રાખવી. અને એમાં એવી વસ્તુઓ ભરેલી છે કે જે ઉપર મઢેલી ચામડી કાઢી નાખી હોય અથવા અદરની કોથળીમાં ભરેલી ચીજોનું બહાર પ્રદર્શન કર્યું હોય તો આ પ્રાણી તેની સામે જુએ નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યેક ચીજ જોઈ એને સૂગ ચઢે, ઊલટી આવે અને એ મુખમાથી ચૂકે આવી ઘણા ઉપજાવે તેવી ચીજો શરીરમાં ભરેલી છે
આ ભાવના શરીરને એના ખરા આકારમાં બતાવનાર–રજૂ કરનાર છે. તેમાં ન ગમે તેવી વાતો પણ આવશે, પણ વસ્તુસ્થિતિ બતાવવાની હોય ત્યાં સ કેચ કર્યો પાલવે નહિ. શરીરને જ્યા સુધી સાચા આકારમાં સમજવામાં ન આવે ત્યાં સુધી એને પંપાળવામાં પ્રાણી પાછો પડે તેમ નથી. તેથી એને ખરા સ્વરૂપે ચીતરવાની ખાસ આવશ્યક્તા છે.