________________
[૧૬] અને આટલુ જોયુ છતાં જાણે પિતાને તે કદી જવાનું જ નથી, એમ ધારી ભાઈશ્રી અડગ ઊભા છે, છાતી કાઢીને ફરે છે, ન કરવાના કામે કરે છે અને ગમે તેવા ગોટાળા કરી ઘરના ઘર માની અહીં હાણેમાણે છે ' તુ શુ સમજે છે? તારા પ્રમાદને ફિટકાર છે !! –આનું નામ વિષયનિરૂપણની સફળ કળા કહેવાય. એમા ચિત્રદર્શન છે, આહવાન છે, વિષયનિરૂપણ છે અને તે પરથી લેવા યેાગ્ય સાર-રહસ્ય છે. -
ગ્રંથની ગેયતા
કઈ પણ પિગળ સમજનાર અથવા આપણી દેશીઓ ગાનાર હોય, એના કંઠમાં મધુરતા હોય અને એને સગીતની નજરે જમાવટ કરતા આવડતી હોય, તેની પાસે આ ગ્રંથને કઈ પણ ભાગ ગવરાવ, એના દેશી રાગોની ગેયતા એક વાર સાભળી લેવી, પછી એમાં બહુ ભારે મજા આવે તેવી આખી કૃતિમાં ખૂબી છે એમાં ખરી ખૂબી એ છે કે એક વાર કઈ ભાવનાને વાંચવામાં આવે તે પ્રથમ એના સગ્ધરા કે શિખરિણી આદિ વૃત્તો વાચવા અને છેવટે ગેયાષ્ટક ગાવું. એને રાગ એક વખત બેસી જશે તો એની કૃતિમાં એવી ખૂબી છે કે આખું ગાન મુખપાઠ થઈ જશે, એક વાર ગવાયા પછી બીજી વાર ગાવાનું મન થશે અને એવી રીતે થેલી વખત પુનરાવર્તન થશે એટલે ઉપશમ પ્રમાણે મુખે થઈ જશે. પછી તે જ્યારે જ્યારે અવકાશ મળશે ત્યારે ત્યારે એનુ પરિશીલન થશે અને એ ગાવામાં અતરના ઉમળકા આવશે. જેને સ સ્કૃતમાં ધ્વનિકાવ્ય” અથવા “શબ્દાલકાર કહે છે એની છાયા એમાં ભરપૂર જણાય છે. જ્યારે સુદર શબ્દચિત્ર કાનમાં ગુજારવ કરે ત્યારે શબ્દાલ કાર બરાબર જામે છે. અર્થાલ કાર તે અર્થ આવડે, તેમાં ચિત્ત પવાય અને તે મગજમાં જામે ત્યારે મજા આપે છે. પણ શબ્દાલકાર તે અર્થ આવડે કે ન આવડે તે પણ શબ્દરચનામાં જ મજા આપે છે. આ જાતની ચમત્કૃતિ સેળે ભાવનામાં બરાબર છે આનંદની વાત એ છે કે લેખકશ્રીની ભાષા ભાવવાહિની અને અલ કારમય હોવા ઉપરાત શબ્દની પસંદગી અને ગેયતાની ભવ્યતા તેઓશ્રી એવી સારી અને સાદી રીતે લાવી શક્યા છે કે એના મર્મમા ઊતર્યા વગર પણ એ ખૂબ આનદ આપે અને કાનમાં ગુજારવ કર્યા જ કરે
દાખલા તરીકે બારમી ભાવનાને પરિચયશ્લોક છઠ્ઠો લઈએ. (પૃ. ૩૪૭) એની ભાષા વિચારી છેવટે બેલીએ લાજે રિતે કહે પ્રચંહિતે ત્રિા વાળ વત્તે. એની શબ્દરચના અતિ આકર્ષક છે અને અર્થગામી તે ચિત્રમય છે. પછી શુ થતાં લુચતાં વોfધતિદુર્ણમા ગાઈએ ત્યારે શબ્દ અને અર્થના પ્રવાહમાં પડી જવાય તેમ છે.
કે સુંદર રાગથી ગાનાર અને ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસી, શુદ્ધ ભાષાના આગ્રહી પાસે દેશી રાગો અને સાથે ઇદના જ્ઞાનવાળા પાસે પરિચયશ્લોકો એકાદ વખત સાભળી લેવા ગ્ય છે. પછી વધારે ભલામણ કરવાની જરૂર નહિ પડે,