________________
[૧૫]
સ્પષ્ટ ખ્યાલ હોતો નથી એમ થાય ત્યારે ભારે અસ્તવ્યસ્તતા અને અવ્યવસ્થિતતા આખા ગ્રથમા દેખાય છે. એવુ આ આખા ઝ થમાં નજરે પડે તેમ નથી. વિષયનિરૂપણની સફળતા
કેટલાક લેખકેમાં વિચારો ઘણા હોય છે, પણ તેને બતાવવામાં કળાનો અભાવ હોય છે વિચારની સ્પષ્ટતા જેડલી જ અગત્યની બાબત વિચારદર્શનની છે. ગમે તેટલું જાણ્યા છતા એને જનતા સમક્ષ રજુ કરવામા આવડત ન હોય તો કહેવાની વાત અદભુત હોય તે પણ તે મારી જાય છે. તેમાં પણ જ્યારે અનિત્યતા, કરુણા જેવા નીરસ વિષયને જનતા સમક્ષ રજૂ કરવા હોય ત્યારે જે વિષયને રજૂ કરવામાં કળા ન હોય તો વાત કથળી જાય છે. આ લેખક-મહાત્માનુ વિષયનિરૂપણ સુંદર છે, એમાં તેમનું ચાતુર્ય છે અને એના પ્રત્યેક શ્લોકમાં કળા છે. આ વાત અનુભવવાથી સમજાય તેમ છે. દાત. અનિત્યભાવનાના ગેયાષ્ટકમાં (શ્લેક પ. પૃ ૩૫) કહે છે કે – , જે . શરિતા જે જ મૃણાનીકિતા, જે સમMદિ તિ !
तान् जनान् वीक्ष्य वन भस्मभूय गतान् , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! ॥
જેની સાથે રમ્યા, જેની સાથે આપણે પૂજાયા, જેની સાથે વિનેદવાર્તાઓ કરી તેવા માણસને રાખમાં રગદોળતા-રક્ષારૂપ થઈ જતા આપણી નજરે જોયા અને છતા આપણને કાઈ થવાનું નથી એમ ધારી ફિકર વગરના થઈને આપણે હાલ્યા કરીએ છીએ ! આવા આપણા પ્રમાદ પર ફિટકાર હો !”
આ વિષયનિરૂપણનો દાખલે છે એ વાચતા વિચારક વાચનારની સમક્ષ ચિત્રો એક પછી એક ખડા થાય તેવુ એમા ગાભાર્ય છેનાનપણમા શેરીમા પિતે કૂદતા, પિતાના લગેટિયા દસ્તદાર અને પોતે અરધા ફરતા અને ધૂળમાં રગદોળાતા દેખાય એ એક પછી એક એક પ્રકારની ચિત્રમાણે
પછી ઉમરલાયક થતા આપણને દરેકને અમુક માણસે મોટા લાગ્યા હોય, આપણા ગામના મુખીઓ, આપણુ પિતાના મિત્રો, ધર્મના અધ્યક્ષે, સમાજના નેતાઓ, જેના શબ્દને આપણે માન આપીએ અને જે આપણી નજરે “મેટા માણસ લાગે તેવા પણ અનેક ગયા. જે આકાશને ભાવે એવા આપણને લાગે, જેઓ સમાજમાં, ઘરમાં કે વેપારમાં થાભલા જેવા લાગ્યા હોય તેઓની બીજા પ્રકારની ચિત્રમાળા.
જેની સાથે હાયા-માણ્યા, ફર્યા-હર્યા, નાટ્યા-ફઘા એની ત્રીજી ચિત્રપરપરા - એવા અનેકને સ્મશાને મૂકી આવ્યા, એમની ચિતાઓ હાથે ખડકી અને એમના શરીરની રાખ થતી જોઈ આ ચોથી ચિત્રમાળા !