________________
[૧૪] પિતે વૈયાકરણ હતા, વ્યાકરણની પ્રક્રિયા બનાવનાર હતા એટલે વ્યાકરણને લગતી અલના એનામાં ન આવે એમ લખવુ એ તો માત્ર સોનાને ઓપ આપવા જેવું છે. એની ભાષા માર્મિક, શુદ્ધ, સ્પષ્ટ અને હદય ગમ હોવા છતા શિલીમાં જરા પણ આક્ષેપ કે તુચ્છતા કેઈ સ્થાને આવવા દીધા નથી અને ગ્ય હોય ત્યાં અલ કાર લાવ્યા છે એટલે પણ અત્ર નિર્દેશ કરવો યોગ્ય જણાય છે ભાષાશુદ્ધિને અગે શ્રીશાતસુધારસ ગ્રથની ટીકાના પ્રકટ કરનાર (શ્રી જૈનધર્મ પ્રસારક સભા) એની પ્રસ્તાવનામાં લખે છે કે –
આ શાતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મિથ્યાદિ ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રસ્તાવ છે, તે દરેક જુદી જુદી ઢાળમાં બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળબ ધ રચના કરવી અને તેમાં સધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકનો પણ દોષ આવવા ન દેવો એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ પરિઝાનને બતાવી આપે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ બનાવનારનો એ ભાષા ઉપર એવો પ્રબળ કાબૂ હોય તેમાં નવાઈ જેવુ પણ શુ છે?” (પૃ. ૭)
અહી ભાષા ઉપરનો લેખકશ્રીને કાબૂ બહુ સુંદર રીતે રજૂ કર્યો છે અને તેના કારણમાં જણાવે છે કે જે નવીન વ્યાકરણ બનાવનાર હોય તે આવું સ્પષ્ટ ભાષાકૌશલ્ય બતાવે, એમના પ્રયાગમાં વિભક્તિ, સ ધિ કે સમાસનો દેપ ન આવે એ સર્વ ઉચિત છે. આ ટારણમાંથી એક બીજી વાત પણ નીકળે છે, અને તે એ છે કે લેખકશ્રીએ અહી જે છ દો વાપર્યા છે તે ગૂર્જર ભાષાને ઉચિત છે આ મુદ્દા પર આગળ વિવેચન થશે. વિચારની સ્પષ્ટતા
ગ્ર શર્તા પિતાનો આ વિષય સારી રીતે સમજતા હતા એમના વિચારમાં સ્પષ્ટતા હતી, સાધ્યસન્મુખતા હતી અને પિતાના વિષયને છણવાની તેમનામા આવડત હતી કાવ્ય કે ચરિત્ર લખનારને તો વાચનારને કે શ્રોતાને શગાર વગેરે રસમાં લઈ જવાનું હોઈ પિતાના વિષયને ઝળકાવવાનું કાર્ય પ્રમાણમાં સહેલું બને છે, પણ અનિત્યતા બતાવવાની કે
એકત્વ, અન્યત્વ બતાવવાની વાત કરવી જ અરુચિકર હોય છે અને સાંભળવી તે તેથી પણ વધારે અરુચિકર અને બહુધા અપ્રિય હોય છે. ગ્રંથકર્તાએ પિતાના વિચારો ખૂબ નિર્મળ કર્યા છે અને પછી કલમ હાથમાં લઈને ખૂબ દીપાવ્યા છે તેમાં તેમની વિચારસ્પષ્ટતા છે. ઘણી વાર લેખક પોતે શું કહેવા માગે છે તેને તેને પિતાને જ શરૂઆતથી પૃથકકરણપૂર્વક
૧ કદર પ્રસ્તાવને સંસ્કૃત ભાષામાં આપી છે તેમાં એ જ હકીકત બહુ સારા શબ્દોમાં મૂકવામાં આવી છે એ અતિ માર્મિક લાગવાથી અત્રે ઉતારી લેવામાં આવે છે ત્યા જણાવે છે કે
किं चैतन्छान्तसुधारसग्रन्थप्रतिष्ठितमैत्र्यादिभावनाचतुष्टयोपेतानित्यादिभावनाद्वादशकाभिधप्रस्तावपोडशक गूर्जरभापोचितविविधछन्दोभिरप्युपनिवद्धमपि सन्धिविभक्तिसमासादिदोपलेशवजितमिति चित्रीयन्ते चेतांसि चेतनवता सुधियां सस्कृतपयिकतदपूर्ववैदुष्या, यद्वा किमाश्चर्य नूतनव्याकरणव्याकर्तृणां तादृशां गीर्वाणभापासरसीसरभसक्रीडने । (पृ. १)