________________
એન્યવભાવના
૧૮૧
અને છતા આપણે શારીરિક બાબતમાં સુધર્યા છીએ એમ તો લાગતું જ નથી આ સર્વ શરીરનો મોહ છે, અસ્થાને મૂકેલા વિશ્વાસનું પરિણામ છે અને પરભાવરમણતાનો પ્રતિધ્વનિ છે. શરીરને અને મૂકી જવું પડે છે એ તો સ દેહ વગરની વાત છે
સગાઓનો સ્નેહ એ પણું પરભાવમાં રમણતા છે એમા કશે સદેહ નથી, એ સગાઓ પરભવમા સાથે આવતા નથી કે ત્યા કઈ પ્રકારની સહાય કરી શકતા નથી એ વાત તો આપણે વિગતથી જોઈ ગયા સ્વાર્થ પૂરતો જ નેહ છે એના અનેક દેજો નોધાયેલાં છે. તેનું સંક્ષિપ્ત અવલોકન કરી જોઈએ - સુરિકાનતા, એ સ્ત્રીના પ્રેમનું દૃષ્ટાંત પૂરું પાડે છે. એ પરદેશી રાજાની મહારાણી થાય. રાજા સાથે એણે ખૂબ વિલાસ કર્યો રાણું વિષયાસક્ત હતી અને તે પૂરતો તેને રાજા પર સ્નેહ હતો. એક વખત રાજાને કેશીગણધરનો મેળાપ થયો. તેમના ઉપદેશથી એની નાસ્તિક્તા દૂર થઈ એ ધર્મ સમજો દુનિયાની અસ્થિરતા તેના ધ્યાનમાં આવી એ રાણી તરફ શિથિલ પ્રેસવાળે થયો. રાણીને એ ન ગમ્યુ એની ઈચ્છા તૃપ્ત ન થતા એ પિગળાની જેમ પરપુરુષ સાથે સહચાર કરવા લાગી રાજાને ભય લાગ્યો અને અને તે પ્રેમીના લેબાસમાં રાજાને વિષ દઈ, ગળે નખ મારી રાણીએ એના પ્રાણ લીધા આ સ્ત્રીને પ્રેમ 11
બ્રહ્મદત્ત ચક્રવતીની માતા, વિધવાવસ્થામાં પરપુરુષ(દીર્ઘરાજા) પટ થઈ પ્રથમાવસ્થામાં જે પુત્ર ગર્ભે આવ્યા ત્યારે પોતે ચૌદ સ્વપ્ન જોયા હતાં તેવા ચક્રવતી થનાર પુત્રને મારી નાખવા તે જ માતાએ લાખનું ઘર બનાવ્યું અને ત્યાં પુત્રને સૂવા મોકલ્યો માતાએ પિતે જ એ ઘરને આગ લગાડી. એ ચક્રવત થનાર પુત્ર એના મિત્ર પ્રધાનપુત્રની કુશળતાથી બો, પણ સ્વાર્થસ ઘટ્ટન વખતે માતા પણ કેટલી હદ સુધી જાય છે તે ખાસ વિચારવા જેવું છે
કનકેત રાજાને રાજ્યનો એટલો બધો લોભ હતો કે એ પોતાના પુત્રોને કાણું, લૂલા, પાગળા, આધળા અને બીજી ખોડખાપણવાળા કરી રાજ્યને અયોગ્ય કરતો હતો નિયમ પ્રમાણે એવા પુત્રને રાજ્ય મળતુ નથી પિતા કેટલી હદ સુધી સ્વાર્થ વખતે પુત્ર સાથે પણ ક્રૂર થાય છે તે આ દાખલામાં વિચારવા જેવું છે
પુત્રના નેહમાં કેણિકનું દૃષ્ટાત સુપ્રસિદ્ધ છે એ શ્રેણિક રાજાનો પુત્ર થાય એનું નામ કૃણિક પણ કહેવાય છે એણે રાજ્યલોભે પિતાને કેદમાં પૂર્યા, પાજરામા નાખ્યા અને રાજ્ય પિતાને તાબે કર્યું એણે પાંજરામાં પણ પિતાને ચાબખા મરાવ્યા તે પુત્ર બાલક હતા ત્યારે તેને અચૂઠે પાડ્યો હતે પિતા પરુથી ખરડાયલા એ અ ગૂઠાને નેહવશ થઈને પિતાના મુખમાં રાખતા હતા તે પુત્રે પિતાના સ્નેહને બદલે આપ્યો! ઈતિહાસમા ઔર ગઝેબે એના પિતા શાહજહાનને અને ભાઈ દારાને માં નાખ્યાના દાખલા સારી રીતે