________________
૬૮૦
શાંતસુધારસ
દેએ સમવસરણ રચેલ છે. તુરત જ બીજા સમાચાર આવ્યા કે “આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે અને સમાચાર લગભગ એક સાથે આવ્યા. ક્ષણવાર ભરત મહારાજ વિચારમાં પડયા-તાત ચક દૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પિતાની પ્રથમ ઉપાસના કરુ કે ચક્રરત્નની? બીજી જ ક્ષણે નિરધાર કર્યો કે તાતની જ પૂજા પ્રથમ ઘટે. ચક્ર તો આ ભવનું સાધન છે, અને તે પર છે. તાત જગપૂજ્ય છે, સ સારથી મુકાવનાર દેવાધિદેવ છે.
મરુદેવી માતાને હાથી પર બેસાડ્યા, પોતે હાવતને સ્થાને બેઠા. દૂરથી દેવદુ દુભિને અવાજ સાંભળ્યો “માતા ! તમારા પુત્રની ઋદ્ધિ જુઓ ! આ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્રણ ગઢવાળ સુદર સમવસરણ છે, અશોકવૃક્ષ ડોલી રહ્યું છે, ચામર વી જાય છે, ભામડળ ઝળકે છે, વગેરે.
માતા તે સાંભળીને ડઘાઈ ગયા. “અરેરે ! હુ તે વર્ષોથી “ષભ, ઋષભ કરતી હતી અને આ તો મજામા પડેલ છે. આ તે કોના છોકરા ને કોની માતા?” હર્ષના આંસુ આવ્યા પડળ દૂર થઈ ગયા. સમવસરણાદિ જોયુ તેથી મનમાં અન્યત્વભાવના જાગી તે રગરગે પ્રસરી ગઈ અત્ય ત હળુકમી ભદ્રિક જીવ હતો. હાથીના હોદ્દા પર કેવલ્યજ્ઞાન થયુ આ અન્યત્વભાવના
એકત્વભાવનાને અને અન્યત્વભાવનાને ખૂબ નજીકનો સબધ છે એકમાં અ દર જોવાનું છે અને બીજામાં અદરની અપેક્ષાએ બાહાને તોળવાનું છે આ તુલના કરવાને આ ખરેખર પ્રસ ગ છે અને એને બનતો ઉપયોગ થાય તો આ ભાવના ભાવવાનું સાર્થક્ય છે
પ્રથમ સર્વથી અગત્યની બાબત આ શરીર છે. એની ખાતર અનેક અગવડે સહેવામાં આવે છે, એને પોષણ આપવામાં આવે છે અને એનું જતન કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે, છતા એ કઈ પણ વખત સખે જવાબ આપતુ નથી એને શરદી-ગરમી લાગતા વાર લાગતી નથી અને જ્યારે એની ખૂબ સ ભાળ લેવામાં આવે છે ત્યારે ઊલટુ વધારે ત્રાસ આપતુ જાય છે. એને ખવરાવવાની ચિ તા, એને ખવરાવેલ બહાર કાઢવાની ચિતા, એને સાફ રાખવાની ચિંતા અને એને સરખાઈમા રાખવાની ઉપાધિનો પાર નહિ.” એ સર્વની નિત્ય નોધ રાખી હોય તો એનુ લિસ્ટ ભારે જબરુ થાય અને છતા એ તે પરાયાની જેમ જ વર્તે છે એનામાં શુ ભર્યું છે એ વાત તો હવે પછી વિચારવાની છે (છઠ્ઠી ભાવનામા), પણ જેવું છે તેવુ એ પર જ છે અને પરાયાની જેમ જ તે પ્રાણી સાથે વર્તે છે પરત્વ–અન્યત્વ એનાથી શરૂ થાય છે.
આ પ્રમાણે છતા શરીરને પરાયુ માનવાની વાત સમજવી બહુ મુશ્કેલ છે અને મુશ્કેલ છે માટે ખૂબ વિચારવા ગ્ય છે. એના સબંધમાં ઘણું લખાઈ ગયુ છે. અત્યારે કોઈ છાપુ હાથમાં લેશે તેમાં ૭૫ ટકા જાહેરખબર દવાની હશે સ્વર્ગમાથી કઈ તે વાચે તો મનુષ્યલોકમાં કોઈ વ્યાધિને ઉપાય શોધવો હવે ર નહિ હોય તેવી તેમાં જાહેરાતો હોય છે,