________________
એન્યત્વભાવેની
૧૭૯
છે છતા તેઓમાં વિપુલતા તો આંતરદશિવની જ છે અને આત્માની હયાતી સ્વીકારનાર આ સિવાય બીજો તત્ત્વવિચારણાને માર્ગ લઈ શકે એ અશક્ય છે. મારું મંતવ્ય એ છે કે જેના તત્વજ્ઞાનીઓ એકાત માયાવાદ ( Illusion)માં માનનાર ન હોવાથી તેઓ વસ્તુ સાથે આત્માને સબ ધ બરાબર ઝળકાવી શક્યા છે. તેઓની ગણના તો બહુધા ઈન્ટ્રોવર્ટ (આતરદશી)ની કક્ષામાં જ આવે.
(આને અગે એ. હસલીની પ્રોપર સ્ટડીઝ” [Proper Studies by Aldous Huxley) માથી Varieties of Intelligence નો નિબ ધ જરૂર જેવા અને સરખાવવા યોગ્ય છે.)
આજથી ૨૪ દર વર્ષ પહેલાં આસો વદિ અમાવાસ્યાની સવારે મહાવીર ભગવાને પોતાના મુખ્ય શિષ્ય ઈદ્રભૂતિ ગૌતમને બાજુના ગામમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહે છે તેને ઉપદેશ આપવા માટે જવા કહ્યું. અજ્ઞાંક્તિ શિષ્ય તુરત ત્યાં ગયા ઉપદેશ આપ્યો. રાતના બાર વાગવાને સમય થયો હશે ત્યાં આકાશમાં દેવતાઓને અમુક દિશા તરફ જતા જોયા શું છે? એમ પ્રશ્ન થયે તપાસ કરતાં જણાયુ કે મહાવીર સ્વામી મોક્ષે ગયા અને ભાવઉદ્યોતને નાશ થતા દેવે દ્રવ્યઉદ્યોત કરી રહ્યા છે અને ભગવાનને દેહ અપાપાપુરીમાં પડ્યો છે ત્યા નમન કરવા જાય છે
ગૌતમસ્વામી વિહ્વળ થઈ ગયા એને વિચાર થયે કે દુનિયાનો ક્રમ છે કે એવા વખતે માણસા છોકરાઓને પાસે બોલાવે, બહારગામ હોય તો તેડાવી મગાવે અને ભગવાને તો મને ઊલટે દર કર્યો ! મારા ઉપર શું તેમનો સનેહ જ નહિ હોય? આવુ તે હોય? આ પ્રમાણે ખૂબ ખેદ કર્યો. પછી વિચાર્યું કે ખરેખર એ વીતરાગ હતા ! હે કોનો? અને તેમને ને મારે શું સબંધ? ભગવાન તો નિસ્પૃહ જ હોય. એને પોતાના તેમજ પારકા ન હોય. હું ભૂલ્યા એમ અન્યત્વભાવનો વિચાર કરતાં ખૂબ આત્મનિમજજન કરી કેવલ્ય ઉપજાવ્યું, સ પૂર્ણ જ્ઞાન થયું અને લોકાલોકના ભૂત–ભવિષ્ય–સાપ્રત ભાવે જ્ઞાનનજરે જોયા આ અન્યત્વભાવના
રડી રડીને માતા મરુદેવાએ આ ઈ મારો “ઋષભ” શું કરતો હશે? એ ક્યા પિઢતે હશે? એને અડચણ પડે તો કેણ એનું નિવારણ કરતુ હશે? આખી રાત જ ૫ નહિ. ભરત બાહુબળ પગ ચાપવા બેસે ત્યારે પણ એ જ ઝખના – “મારે ઋષભ શું કરતો હશે ? તમે એની સંભાળ જ લેતા નથી” એ પ્રમાણે બેલતા આખમાંના આસુ વર્ષે ગયા પણ સુકાયાં નહિ માતાને પ્રેમ તદ્દન નિર્મળ અને આ માતામાં તો જુગળીઆની ભદ્રિકતા હતી, ત્રીજે આરાની સરળતા હતી, અસાધારણ વાત્સલ્યની પરાકાષ્ઠા હતી એ તે દરરોજ રડે, રાત્રે રડે અને હાલતાચાલતા પણ નિ સાસા મૂકે, જેથી આખ ઉપર પડળ વળી ગયા પણ એનુ રડવુ અટક્યુ નહિ.
ભરત મહારાજ માતાને ગમે તેટલું આશ્વાસન આપે, બાહુબળી એના પગ ચાપે પણ માતાનો નેહ તે એને ઋષભને જ ઝખે એવી રીતે ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા એક દિવસ પ્રભાતે સમાચાર આવ્યા કે “શ્રી ઋષભદેવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને નગર બહાર