________________
અન્યત્વભાવના
૧૭૭
માટે નિર્મળ અવધાન કરી, વસ્તુને ઓળખવાની અને તેનો આત્મા સાથેનો સ બ ધ વિચારવાની ખૂબ જરૂર છે અને તેને પરિણામે પ્રગતિ ચોક્કસ છે
આ બને હકીક્ત ન બને તો યાદ રાખજે કે સખ્ત ગ્રીષ્મકાળમા તુ ફાળ મારીને ગમે તેટલું મૃગતૃષ્ણાનું પાણી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ તો પણ તને કદી તૃપ્તિ થવાની નથી. ઝાંઝવામાં પાણી છે જ નહિ, છતા દોડાદોડી કરી તુ કઈ જગ્યાએથી જરા જળ મળ્યું છે એમ માનીશ તે પણ તારી તરસ છીપશે નહિ અને તારી દોડાદોડી તે જરૂર ઊભી જ રહેશે. તુ આમ ને આમ ક્યા સુધી દેવા કરીશ ? તને હજુ દોડાદોડીને થાક લાગ્યું નથી ? એ મૃગતૃષ્ણ કેવી છે તેનું વર્ણન કરવું પડે તેમ નથી. હરણીઆ એની શોધમાં હેરાન હેરાન થઈ દેટ મૂક્યા જ કરે છે તારી ધનાદિ માટેની દોડાદોડી એવા જ પ્રકારની છે ધન ગમે તેટલું મળશે તો પણ સતોષ થશે નહિ અને નહિ મળે તો વિષાદને પાર રહેશે નહિ, માટે એને પ્રેરનાર સ યોગ–સ બ ધને તજી દે અને નિર્મળ એકાગ્રતા કર. આ ભાવનાનું આ અતિ વિશિષ્ટ પરિણામ છે ખૂબ વિચાર કરીને એને વ્યવહારુ આકાર આપજે અને પરભાવરમણતા છોડી દેવા યત્ન કરજે.
૮. છેવટે ભલામણ કરે છે કે જેને કોઈ જાતને આશરો ન હોય તેને ટેકો આપનાર, નિરાશ્રિતના આશ્રિત, અનાથના બેલી શ્રી તીર્થ કરદેવને આશરે જા તે શરૂઆતમાં જ જોયું છે કે શરીર, ધન, પુત્રો, ઘર કે સ્વજનમાથી કોઈ તને દુર્ગતિમા પડતા રક્ષણ આપી શકે તેમ નથી આવી રીતે ચારે તરફ ઘેર ઘનઘટી છવાઈ હોય છે ત્યારે પણ તને તીર્થ કર મહારાજ સહાય કરનાર છે એટલો એક જ તારે આશરે છે, કારણ કે એ તીર્થ કરદેવ સાચા ધર્મની પ્રાપ્તિ કરી આપીને તેને સદ્ગતિએ જવા યોગ્ય સર્વ રસ્તા બતાવે છે, અને તુ વધારે પ્રયત્ન કરે તો તેને સર્વ ઉપાધિથી સર્વથા મુક્તિ મેળવી આપી તારે આ ચકભ્રમણનો છેડો લાવી આપે તેમ છે એવો એ સુ દર આશ્રય છે, કાળા વાદળામાં રૂપેરી દોરી છે અને તને અખ ડ શાતિનું સ્થાન છે મતલબ તુ એ તીર્થ કર મહારાજે બતાવેલા ધર્મને આશ્રય કર અને તે દ્વારા તારી પ્રગતિ સાધ એને હેતુ એ છે કે મોક્ષગતિએ જવાનો એ સહેલે ઉપાય છે, એ અનાયાસે સિદ્ધ છે અને પરિણામ ચેકકસ નિપજાવનાર છે
તુ શાંતસુધારસનું ખૂબ પાન કર એનાથી તારુ આખુ શરીર ભરી દે અને એ–મય થઈ જા. એ અમૃતપાનમાં ત્રણ ગુણો છે –
(૧) એ વ્યાધિને શમાવનાર છે. અમૃત હોય છે ત્યા વ્યાધિને સભાવ ન જ હોય એ સર્વ વ્યાધિને હરનાર એક દવા છે. મારકૂનાગર વન ભવરોગથી પીડાયલા પ્રાણીને અગે એ વૈદ્યનું કામ કરે છે. શાતરસ ભવ્યાધિને શમાવી દે છે અગદ કાર એટલે વૈદ્ય – સંસારરૂપ વ્યાધિના વૈદ્ય- તીર્થંકર પરમાત્મા છે.
૨ ૩