________________
અન્યત્વભાવના
૧૭૫
પરિચય સમજ. એ સર્વ પોતપોતાના કર્મને વશ છે અને એમાં બધન કરવા યોગ્ય તત્વ નથી એ સર્વ પરભાવ છે, બાહ્ય ભાવ છે, સર્વથા ત્યાજ્ય છે.
૬. એક બીજો દાખલો વિચારવા યોગ્ય છે પરસ્પરનો જ્યાં પૂરો પ્રેમ હોય ત્યાં પરસ્પરને ઉન્માદ સમજી શકાય તેમ છે એકને જરા પણ ઊર્મિ ન હોય અને બીજો પ્રેમ પાછળ પ્રાણ આપતો હોય ત્યારે શી દશા થાય છે તે વિચારો-કલ્પો પ્રેમને જ્યારે જવાબ મળતું નથી ત્યારે એક્તરફી પ્રેમ કરનારને માત્ર સંતાપ જ થાય છે. પત ગીઆ પેઠે પ્રણયની જવાળામાં ભસ્મ થનારના દાખલા પણ થોડા નથી. આ વાત પર વિવેચનની કે ચિત્રની જરૂર ભાગ્યે જ હોય.
- હવે તને ઘર, ઘરેણા, માલ, વ્યાપારની ચીજો, ચોપડા વગેરે પર પ્રેમ થાય છે પણ તે એક્તરફી છે, તારા પૂરતો જ છે અને સામેના જવાબ વગરનો છે. એ લમી કે એ પરમાણુના થપ્પા તે કેઈનાં કઈ દિવસ થએ છે કે તે તારાં થાય? લક્ષ્મી તો વેશ્યા જેવી છે આજ તારે ત્યાં બેઠી હોય, કાલે બીજાનુ ઘરમાંડે આ સર્વ બાબતો દુનિયામાં દરરોજ જોઈએ છીએ અને ઘરના ઘર એ શુ ? કનુ ઘર? અને કોને ઘરનું ઘર? આ સર્વ ફાફા છે અને એ જ રીતે શરીર પણ પુગળનો સમૂહ છે અને તેના ઉપરનો પ્રેમ પણ એકતરફી છે એની સાથે મમતા કરવી એ નિપ્પણી ઉપર પ્રેમ કરવા બરાબર છે, તદ્દન એકતરફી છે અને ખાલી સતાપ કરનાર છે. આ બાબતમાં જરા પણ શ કા હોય તો આ સર્વ બહારની વસ્તુઓ અને ખુદ શરીર વાર વાર કેટલી તસ્દી આપે છે અને એ તમામ અનેક વાર કેવા વાકા થઈ બેસે છે તેનો ખ્યાલ કરી લે
જે પ્રણય વગરના હોય, જેનો સામો જવાબ મળતો ન હોય ત્યા વળગતા જવું એ ડહાપણવાળા પ્રાણીનુ કાર્ય ન જ ગણાય એથી મનને ઉકળાટ, નકામી ચિતા અને આ દરને કલેશ જ થાય છે અને પરિણામે હાથમાં કાઈ આવતુ નથી સર્વ પૌગલિક વસ્તુ જેમા તારા શરીરને પણ સમાવેશ થાય છે તેના ઉપરનો તારો સ્નેહ આ પ્રકારનો છે હવે તને ચેપગ્ય લાગે તો તે કર અને નકામે સ તાપ વહોરી લે
દુનિયાદારીમા કહેવાય છે કે “જર જમીન ને જે, એ કજિયાનાં છે? કજિયે એટલે સતાપ અને એ જર (લક્ષ્મી), એ જમીન (ખેતર, ઘરબાર) અને એ જેરુ એટલે સ્ત્રી અને સર્વ કુટુંબ એ સર્વ પર છે, તારાથી અવર છે અને મહાસ તાપ કરાવનાર છે અને પ્રેમને પ્રતિધ્વનિ કરનાર નથી એ તુ સમજી લેજે
આ બને શ્લોક્ના વ્યવહારુ દાખલાઓ ખાસ વિચારણીય છે અને પરભાવને બરાબર સમજાવે તેવા અને તને ખાસ લાગુ પડનારા છે.
૭. તેટલા માટે કર્તા સર્વ વાતને ટૂંકામા કહી દે છે કે ભાઈ! અત્યારે ઊભા કરેલા સગાને તુ તજી દે તે અગાઉ જોયુ છે કે સગરૂપ મૂળથી જ આ પ્રાણુએ દુ ખની