________________
૧૪
શાંતમુબારસ એ દુનિયાને આધળી જાણે છે જ્યા માર્ગો જ ફરી જાય ત્યા પછી એકવાયતા ક્યા થાય? મેળ ક્યાં મળે ? દુનિયા ગાડે કહે–ભ ગડભૂત કહે તેના ઉપર ગીનુ લક્ષ્ય જ હોતુ નથી. એને દુનિયાની પરવા હોતી નથી. એ દુનિયાને પરભાવમાં લેખે છે, છતા એને કરુણ ખૂબ હોય છે, તે આપણે આગળ જો અત્ર કરુણાની વાત અપ્રસ્તુત છે. આત્મરમણતાના અનુભવની પરભાવત્યાગ એ બીજી બાજુ છે.
એ અનુભવરસ ખૂબ મજા છે એમાં રસ પડે ત્યારપછી દુનિયાદારી ચાલી જાય છે, એના અને દના વિષયો, સ્થાન, પ્રવાહો સર્વ અલગ થઈ જાય છે અને એની જમાવટ તદ્દન જુદા જ પ્રકારની બની જાય છે. નિ સગપણાથી જ્યારે એ અનુભવજ્ઞાન નિર્મળ થાય ત્યારે એની ખરી મોજ આવે છે અને ત્યારે એ ખરો અભિરામ–મનોહર રસ થાય છે. એ રસને જેને સાચે પ્રેમ લાગે તે પ્રાણી અ દર જ રમણ કરે છે. એના વિલાસમાં વિકાર હોતો નથી, એના આનદમાં આત્મસાક્ષાત્કાર હોય છે અને એના મહદયમાં પવિત્ર શુદ્ધ શાત વાતાવરણ હોય છે કઈ ખરા નિ સ ગ મહાત્માને પરિચય થાય છે ત્યારે એના વાતાવરણમાં રહેલ શાતિને સાક્ષાત્કાર થાય છે. આવા અનુભવરસને તુ ભજ, એને પ્રત્યક્ષ કર, તારા આત્મામાં નિમજજન કરે, તે-મય થઈ જા, તેને માટે વિચાર કર
સાચા અનુભવજ્ઞાનમાં પરભાવ ત્યાગ સહજ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. વ્યાધિતુ નિદાન અને ચિકિત્સા અત્ર રજૂ કરી હવે એક-બે પ્રાસ્તાવિક વાત કહી, છેવટે સત્યમાર્ગનું પ્રકાશન બતાવી, આ ભવ્ય ભાવનાને વ્યવહારુ આકાર બતાવશે
૫. રેલવેમા બેઠા, બે–ચાર અજાણ્યા માણસે મળ્યા, વાતો કરી, સાથે ખાધુ, પણ પછી એ ઓળખાણ લાબો વખત ટકતી નથી. મુસાફરીના અનુભવવાળાને આ નવુ નથી. ઘણા રસથી વાતો કરે, પણ પિતાનું સ્ટેશન આવે એટલે સૌ પિતાને રસ્તે પડે છે રસ્તે મળનાર દરેકની સાથે કાઈ સહચાર થતો નથી અને તેનામાં કોઈ પ્રતિબધ પણ થતો નથી ૫ મળ્યા, વાતો થઈ અને માર્ગ જુદા પડયા એટલે સૌ પોતાને રસ્તે પડી જાય છે
એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાસબધી એકઠા થયા જેને તેડુ આવે તે રસ્તે પડી જાય છે અને એને કર્મ અને જ્યાં લઈ જાય ત્યા એ જાય છે એમા મમતા શી કરવી? એમા રડવું કોને? અને રડનારા પણ ક્યાં બેસી રહેનાર છે? અત્યારે જે બંધન માનીને મુસાફરો સાથે પ્રતિબંધ કરવામાં આવે છે અને તેના ઉપર રાગ કે આકર્ષણ થાય છે તે મહજન્ય છે, મમતામય છે અને સ્વાર્થ જન્ય છે ઘરડા માણસ જાય ત્યારે તેનામાં સ્વાર્થ ઓછો હોવાથી કોઈ રડતુ નથી. ત્યારે આમા સ્વાર્થ સિવાય બીજુ કાઈ નથી.
મુસાફરખાના-ધર્મશાળામાથી બે વટેમાર્ગુએ સાથે ઘણું ગમ્મત કરી હોય પણ જ્યારે એ પથે પડે ત્યારે કોઈ રડવા બેસતુ નથી, “આવજે, આવજો કરે છે. એ મિસાલે કુટુંબને