________________
અન્યવભાવનો
૧૭૩
જગ્યાએ બધાય છે. આ આખો પર પરિચય મમતામાથી ઊભે થાય છે અને એ અંદરનો સતાપ છે. જેમ તાવ આવે ત્યારે માણસને શુદ્ધિ ઓછી થાય છે તેમ મમતા –માયાથી તને અ દર તાવ આવ્યો છે અને એ સ તાપમા પર–પરિચયનું નિદાન છે. મમતા અને આ તર–તાપ એ નિદાન છે.
વેદ્ય દવા કરે ત્યારે પ્રથમ વ્યાધિનું નિદાન કરે છે. નિદાન એટલે વ્યાધિના મૂળની શેાધ પછી દવા કરે તેને ચિકિત્સા કહે છે મમતા અને પરિતાપ એ આત્માને વળગેલા વ્યાધિ છે અને એનું નિદાન થાય ત્યારે સમજાય છે કે એનું પરિણામ પરિચયમાં જ આવે છે. વ્યાધિના ચિ (Symptoms)મા પરિચય છે એનું નિદાન કરતા એને મૂળ હેતુ જડ્યો. એ નિદાન મમતા અને પરિતાપ છે.
આ પરપરિચયને તુ છોડી દે તારી સર્વ ઉપાધિઓ આ પરંપરિચયથી થઈ છે અને તેનું મૂળ મમતા અને પરિતાપ છે એને તુ છોડી દે. તારે તારાપણુ પ્રકટ કરવું હોય તો આ કચરાને ત્યાગ કર વ્યાધિની દવા કરવી હોય તો કરી (Dict) તો જરૂર પાળવી પડશે અને એ કરીમા પરપરિચયનો ત્યાગ પ્રથમ સ્થાને આવે છે અને એક બીજી વાત પણ એ કરીમાં આવે છે તે પણ સમજી લે
એ કરવાનું કહે છે તજવાનુ શું તે ઉપર કહ્યું પર તુ વેદ્ય અમુક ચીજો ન ખાવાનું કહે તેની સાથે અમુક ખાવુ એમ પણ કહે છે તે પ્રમાણે અનુભવરસના સુખને ભજ. અનુભવ એટલે આત્મસ્વરૂપમણુતા જરા શાતિ મેળવીને અનુભવરસને આસ્વાદ કરી લે. એ નિ સગતાથી નિર્મળ થાય છે નિ સગતા એટલે પરવસ્તુના સ સર્ગથી રહિત દશા જ્યારે પરભાવદશાથી રહિત દશા એ અનુભવને નિર્મળ કરે છે ત્યારે તે બહુ મનહર થાય છે, ખૂબ હદય ગમ થાય છે. આવા અનુભવસુખના રસને સેવ, વ્યાધિ હૂર કરવા માટે પરંપરિચયની પરિણતિ છોડવી અને ઉક્ત સ્વરૂપવાળા અનુભવરસ પીવો, આ ચિકિત્સા બતાવી.
અનુભવ એ મહાવસ્તુ છે. અનુભવ એટલે આત્મસ્વરૂપનું પ્રત્યક્ષીકરણ આત્મસ્વરૂપમાં રમણતા થાય, આત્માનો વિચાર કરાય, આત્મજ્યોતિ જગાવાય, આત્માનું અસ ખ્યપ્રદેશત્વ સમજાય, એનું અમરત્વ જણાય, એનું નિર જન-નિરાકારત્વ ગ્રાહ્યમાં આવે એ સર્વનું સક્ષિત નામ અનુભવ છે આ અનુભવને આન દઘનજીએ ખૂબ ગાયો છે, ચિદાન દઇએ એને ખૂબ બહલાવ્યા છે, યોગીઓ એની સાથે રમ્યા છે અને એને પ્રકટ કરવા માટે અનેક જ ગલ સેવ્યા છે, અને કે આતાપનાઓ લીધી છે, અને કે અનશન કર્યા છે અને એને કે એવા દિવ્ય પાન પીધાં છે એ વસ્તુ સમજાવી શકાય તેવી નથી આન દઘનજી કહે છે કે “આતમ અનુભવરસિક કે, અજબ મુળે વિરતંત” આવો અનુભવ છેએક વખત આ અનુભવ કરવા વિચાર થાય તો તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિ થઈ જાય છે. હું જાણે જગ બહાવરે, તુ જાણે જગ અંધ. દુનિયા એવા માણસને બાવર–ગાડે કહે છે અને