________________
અન્યત્વભાવના
૧૭૨
ચીજોનો હિસાબ મુદ્દામ આકડાસર મૂક. સ્ત્રી, પુત્ર, ભાઈ, દીકરા વગેરેનો સ્નેહ કેવો છે તે સબ પે ધાયલા દાખલાઓ અતિમ અવલોકનમાં નોધવામાં આવશે ત્યારે તને વિચાર થઈ પડશે કે પરભવમાં તો કોઈ રક્ષણ આપે તેમ નથી, પરંતુ આ ભવમાં પણ તે માની લીધેલા નેહીમા માત્ર વાર્થ સિવાય બીજુ કાઈ નથી તે વાત પણ હવે પછી થશે. અત્યારે લાંબી નજરે જોતા તારાં કર્મ તારે જ ભોગવવાના છે અને કોઈ તારી વતી આડું સૂનાર નથી તે તું યાદ રાખજે. - ર, તુ કોણ? તુ દેવચંદ ! તારા હાથ, પગ, મહીં એમાનુ કેાઈ દેવચ દ છે? ત્યારે તુ કેણ ? જે શરીર અત્યારે હાલચાલે છે, ખાય-પીએ છે તે થોડા વખત માટે છે અને તે તું નથી જે અમુક પરમાણુઓના સ ચયને દેવચંદ' નામ અપાયું હોય તે જે દિવસે એ ઠંડુ પડી જશે તે દિવસે એને જેમ બને તેમ જલદી ઠેકાણે પાડવાની–એને બાળી મૂકવાની કે ભૂદાહ કરવાની ત્વરા થશે એ તું છે ? અત્યારે તું એને પંપાળે છે, ચાળે છે, ચાંપે છે, મર્દન કરે છે, સાબુથી હુવરાવે છે, મૂલ્યવાન મસાલા અને વસાણું ખવરાવી પુષ્ટ કરે છે તે તારુ નથી, તારી સાથે આવવાનું નથી, તારા નિર તર વિશ્વાસમાં રહેવાનું પણ નથી ત્યારે તું એ શરીરને તારુ પિતાનું માનીને આ સર્વ શું કરી રહ્યો છે ? એને જરા તાવ આવે તો ડેકટરને ટેલિફોન ઉપર ટેલિફોન કરી મૂકે છે અને જરા શરદી થાય તો ગળે રૂમાલ લપેટે છે અને જરા હાથ-પગ દુ છે ત્યાં-પછાડા મારવા મંડી જાય છે! આ સર્વ હકીકત ઉચિત થાય છે કે કેમ ? તે તું વિચાર
સર્વથી વધારે નજીક તારુ શરીર છે. એને તે તુ જરૂર તારુ પિતાનું માને છે. પણ એને પિતાનું માનવાની ભૂલ કરીને તું નકામે હેરાન થાય છે. જે ! જ્યારે તારામા માદગી આવશે, તારા સાધાએ તૂટવા માંડશે ત્યારે એ તને છેડી જશે આવા શરીરનો વિશ્વાસ કેટલો કરવાનું હોય? એને પોતાનું માનવાની ભૂલ તે ભારે જબરી ખલના ગણાય તારી આખી માન્યતા કેટલી બેટી છે તે તને આ ઉપરથી જણાશે તારુ શરીર જ તારુ નથી, પછી આગળ તે કેટલી વાત કરવાની હોય? પહેલે કોળીએ જ માખી આવે છે ત્યા વાત જ્યા સુધી જશે તે તુ સમજી જા. - આનુ નામ પરભાવરમણતા, પરને પિતાના માનવાની ભૂલ અને અને પરિણામે ઊભુ કરેલ કલ્પનાજાળનુ તેફાન. અન્યત્વભાવના ક્યાથી શરૂ થાય છે તે અત્રે બરાબર વિચારવું
૩. હવે જરા આગળ ચાલો ઘર વસાવ્યા, સુદર ફરનિચર લીધુ, ઠામ-વાસણ વસાવ્યા, બસે-પાંચસો માણસને જમાડવા જેટલા તપેલાએ લીધા, કેચપોલિસ કરાવ્યા, પલ ગો મડાવ્યા, મચ્છરદાનીઓ ચઢાવી, ઈલેકટ્રીક ફીટીઝ કરાવ્યાં, બાથરૂમમાં ટાઈલ્સ જડાવ્યા, કઈક કઈક સગવડે કરી કપડા કરાવ્યા, કપાટ ભર્યા, નાની નાની સગવડ ગોઠવી, શેડો વખત ઝુકવા માટે ઝરૂખા કર્યા, નાની-મેટી લાઈબ્રેરી કરી, બેસવા માટે સગવડે કરી, ખાવાપીવા માટે સામાન વસાવ્યો, સ્ટોરરૂમ અલગ કર્યો, દાણું ભરવાના ઠામ વસાવ્યા.