________________
૧૬૮
શાંતસુધારસ તને જે ભય કર યાતનાઓ સહન કરવી ગમતી હોય તો ખુશીથી પરભાવમાં રમણ કર, પણ લેખક-મહાશય તારુ મન જાણે છે. તેઓને ખબર છે કે તને કષ્ટ કે કદર્શના જરા પણ ગમતા નથી ત્યારે જે કારણે એ પીડા થાય છે તે જાયા છતા તે જ કારણે ફરી ફરીને સેવી રહ્યો છે ત્યારે તારી ઈચ્છા અને તારા કાર્યને કેટલો વિરોધ છે તેનો તુ વિચાર કર, આ પરભાવની બાળરમત ક્યા સુધી રમ્યા કરીશ? અને છતા તેના પરિણામ દર કરવાની તીવ્ર ઇચ્છા છેડી શક્તો નથી તુ યાદ રાખજે કે તારે દરેક નાના-મોટા કાર્યના હિસાબ આપવાના છે હજુ પણ વિચાર અને તારી પરભાવરમણતાથી શરમા તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે, હજુ આટલુ નાચે છે ત્યા તારુ મન કયા દેડી જાય છે તે તપાસી જેજે અને જરા ઊંડા ઊતરજે આવુ શરમભરેલું–પિતાની જાતને હલકા પાડે તેવું વર્તન કેટલો વખત ચલાવી લઈશ ? અજ્ઞાન અને મોહદશાને પરિણામે તારી શરમ ઊડી ગઈ છે, પણ એ સર્વ પરભાવમા વિલાસ છે અને તારા જેવા મહત્ત્વાકાંક્ષોને શરમાવનાર છે
( પ.) પારકાને ઘરમા પેસાડ્યો તે વિનાશ કરે છે, આ પ્રાણી પારકી ચિતા કરે છે, એના સર્વ પ્રયાસ ઈચ્છા અને આદર્શો પશ્મીય છે અને એને જે અનેક પીડા-ઉપાધિ થાય છે તેનુ મૂળ પરકીય વિલાસ છે. આ ચાર મુદ્દા સ્પષ્ટ થયા,
હવે બહુ મુદ્દાની વાત છેવટે કહી દે છે. પરભાવમાં રમણ. પરમા વિલાસ પરનો ઉપભોગ અને પરમાં વૃદ્ધિ એ તો ખૂબ થઈ. પણ તુ કેણ ? તારુ શુ ? એ વાત સમજી લે એટલે એ જ્યા ન હોય તે સર્વ પારકું છે એટલું પૃથક્કરણ થઈ જાય આખા શાસ્ત્રને સાર કાઢીને બધી વાતનું રહસ્ય બહુ ટૂંકામાં કહી દે છે કે –
જ્ઞાન ૧, દર્શન ૨ અને ચારિત્ર ૩ એ ત્રિર ગી ચિહ્નવાળી ચેતન વગરની સર્વ વસ્તુઓ પર છે–અન્ય છે.”
જ્યાં આ ત્રિર ગી વાવટ ન હોય ત્યા ચેતનજી તું નથી એ ત્રણ સિવાયની સર્વ ચીજો અન્ય છે આ વાત તુ સમજી લે જ્ઞાનમાં પણ જેને હરિભદ્રસૂરિ વિષયપ્રતિભાસજ્ઞાન અથવા આત્મપરિતિમત્ જ્ઞાન કહે છે તે નહિ પણ જેને તેઓશ્રી તત્ત્વસંવેદન– જ્ઞાન કહે છે એ એનું પ્રથમ ચિહ્ન છે. જેને શ્રી સિદ્ધર્ષિગણિએ વિમળલોક અંજન કર્યુ છે.
૧ હારિભદી અટકમાં આઠમુ અષ્ટક જ્ઞાનાષ્ટક છે તેમાં એ ત્રણે પ્રકારના જ્ઞાનની સમજણ આપી છે આત્મપરિગતિમાન જ્ઞાન સમકિતદષ્ટિને હોય છે, પણ તેમાં હેયોપાદેય પ્રત્યે પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોવાથી તેને પણ સ્વીકાર યોગ્ય ગણ્યું નથી તત્ત્વમવેદન-શાનમાં હેયોપાદેયની સમજણ સાથે પ્રવૃત્તિ-નિવૃત્તિ ૫ ચારિત્ર હોય છે તેથી તે જ્ઞાન જ અનતર કે પર પરયા મોક્ષને આપનાર છે તત્ત્વપરિણતિમત જ્ઞાન પર પરાથી મોક્ષદાતા થાય તેમ છે