________________
અન્યત્વભાવના
૧૬૭
ભાઈ ! આ સર્વમાં તારું કાંઈ નથી. તું જેટલા હવાતી મારે છે, તોફાન કરે છે, દરિયા ડેળે છે અને તારી નાની દુનિયાને માથે લે છે તે સર્વ પારકું છે, પારકા માટે છે, પડી રહેવાનું છે, થોડા વખત માટેનું છે અને મેળવતાં, જાળવતા તેમજ સ યોગનો વિયોગ થતાં અનેક ઉપાધિ કરાવે એ ઉપરાત તારી સાથે અતિ અલ્પ–સ બ ધવાળું છે અને કમપરમાણુજન્ય તેમ જ જાતે પૌગલિક હોઈ તારા કામનું નથી. જે આત્મિક છે તે પૌગલિક ન હોય અને જે પૌગલિક હોય તે પર છે, તારાથી અવર છે અને તારી સાથે કદી મેળ ન ખાય તેવું છે. તારા જેવો પરવસ્તુ–પરભાવ–પારકાની ચીજોમાં–પરવસ્તુમાં રખડે એ તે સારી વાત કહેવાય? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી, જેની ખાતર તુ ધમપછાડા કરે છે તે તારા નથી અને જ્યા તારુ પગલિક મને અત્યારે મેહ પામે છે તે પણ તારુ નથી. આવી રીતે તુ પરવસ્તુ–પરકીય ભાવમાં ફસાઈ ગયો છે. અને તે ઉપર
યુ છે કે જ્યા પારકે પેઠે ત્યાં સત્યાનાશની પાટી બેઠી, મહા આપત્તિના ગણેશ મંડાયા, ઊતરતા દિવસની ધાત શરૂ થઈ
(.) વળી આ સંસારમાં તે કઈ પીડાઓ સહન નથી કરી? તું કપાય છે, દળાય છે, વેરાયો છે, ચિરાયે છે–તારે માથે થવામાં બાકી રહી નથી. નારકીના જીનાં દુ ખનુ વર્ણન વાચતા તો કાળા તૂટી જાય તેવું છે ત્યાંની ઠંડી અને ગરમી એવી હોય છે કે અહી નો સહરાના રણને તાપ કે હિમાલયની ઠડી કાઈ ગણતરીમાં નહિ મનુષ્યપણામાં વ્યાધિઓ પાર વગરના છે અને તિર્ય ને ખમવો પડતો મૂગો માર તો અકથ્ય છે.
આવી રીતે તુ અનેક વાર દાય, ભેદાય અને હણાય તેનું કારણ એક જ પારકામા વિલાસ, પરમ આનદ
બહુ નવાઈની વાત તે એ છે કે આટલું તત્ત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમા જ આનદ આવે છે. સુંદર વિચારમાં મગ્ન હોય ત્યાં દોરે કેઈને પડવાને અવાજ સાંભળી ચમકી જાય છે પણ એ તે છોકરુ નહી, કેઈ ભિખારી માગવા આવ્યો હતો તેનો પગ લપસ્યો જાણી હાશ કરી બેસે છે! મારાં–તારાંને કેવો ભાવ ! તને આનંદ ખાવા-પીવામાં આવે, તને મજા નાટક-સિનેમા જોવામાં આવે, તેને લહેર નાચપાટીના જલસામાં આવે, તને વૈભવ સ્ત્રીઓની આખોમાં દેખાય, તને મજા વેપારની વાતોમાં આવે, તને એકાગ્રતા કૌભાંડ રચવામા, કારસ્થાને કરવામાં, અન્યને છેતરવામાં થાય ત્યારે તને તે શું કહેવું? જે કારણે તું કદર્થના સહેતે આવ્યું છે તે જાણ્યા છતા પાછે તેમાં જ રસ પામે છે ત્યારે તે ધાર્યું છે શુ ? તને જરા લાજ પણ આવતી નથી ? તુ પીડા થાચ ત્યારે પોક મૂકીને રડવા બેસે છે અને વળી પાછે તેના તરફ જ દોડતું જાય છે ત્યારે આને તારી અક્ત કહેવાય કે તારી હુ શિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ?