________________
શાંતસુધારસ
અને તુ પણ જવાનો છે ત્યારે એવી નકામી લપ્પન છપ્પન મૂકી દે અને તારા ગુણરત્નોની ચિંતા કર. તારે જે જોઈએ છે તે તારી પાસે છે, તારામાં છે, તેને શોધી કાઢી પ્રકટ કરવુ એટલુ જ બાકી છે. ખેદની વાત છે કે ઘરની વસ્તુની કિમત ન કરતાં તું પર વાતોમાં દેડક્યો જ જાય છે અને અંદર જતો નથી, પિતાના ગુણોને પિછાનતો નથી અને પિછાનાઈ જાય છે તેનું બરાબર મૂલ્ય કરતો નથી નકામે ખેદ મમતાવશ થઈને જે કરે છે તે છેડી દે અને અનુપમ આત્મગુણોની ચિંતા કર..
અન્યની ચિંતા ન કર તેને વાધો નથી, પણ માત્ર દિશા ફેરવવાનો ઉપદેશ છે. અત્યારે તુ પરની–બહારની બહારનાંની ચિતા પિતાનું માનીને કરે છે તેને બદલે સ્વનીઅંદરની–અ દરના ગુણેની ચિતા કર પ્રશ્ન એ છે કે એની ચિતા તુ કદાપિ કેમ કરતો નથી? તુ અત્યારે શું કરી રહ્યો છે તે હવે જે. આ તે એક ચિતવનની વાત થઈ, પણ તારા સર્વ પ્રયત્નો-કાર્યો કઈ દિશાએ વહે છે, તે શેમાં જોડાઈ ગયા છે અને કેવો ફસાઈ પડ્યો છે તે બરાબર સમજ. જે જરા આગળ વધ
(૩) તે અત્યારે જે મેટી ધમાલ આદરી છે તે કોના માટે છે? તારે પિતાને તે સાડાત્રણ હાથ જમીન સૂવા જોઈએ અને ખાવા માટે છેડે ખોરાક જોઈએ. પાણીની તે કુદરતે વિપુલતા પૂરી પાડેલ છે. ત્યારે આ સર્વ પચાત શેની?
તે મેટા કારખાના, કારસ્થાનો કે વેપારે માડયા છે તે કોને માટે ? એનાથી ભડા કે તિજોરીઓ ભરીશ તે કેના?
તું ચોરથી, પશુથી, દુશમનથી ડર્યા કરે છે તે શેની ખાતર? જીવવા માટે કે તારા પિતાની ચિતા માટે? અગર છોકરા-છોકરી માટે?
તારે આનદ શેમાં છે ? ઘરના મળે ત્યારે આન દ, ખાવાપીવામાં આન દ, પિસા રળ ત્યારે આનદ? પણ એ કઈ વસ્તુઓમાં જે સર્વ પારકુ, પારકામાં અને પરથી.
તુ શેક કરે છે–રડવા બેસે છે તે કેને ? કઈ સગા કે મિત્રને ? તે પણ પારકા જ છે. તારી ઇચ્છા શુ મેળવવાની રહે છે? જે હશે તે સર્વ તારાથી પર, પરને માટે, અપર દ્વારા પ્રાપ્ય, વળી કઈ વસ્તુ તને મળી જાય ત્યારે તુ રાજી રાજી થઈ જાય છે તે શું છે? તને નોકરી મળે, ધન મળે, પ્રમાણપત્ર મળે, પ્રશસા મળે એટલે તુ કૂદવા માંડે છે, પણ એ સર્વ પર છે, તારાથી અલગ છે, અનેખા છે, બાહ્ય છે.
તારે પોતાને નિર્મળ સ્વભાવ છે તેના ઉપર પગ મૂકીને તુ અનેક વસ્તુઓ ઉપર. રાગ ધારણ કરે છે સારુ ફરનિચર, સારો ડ્રોઈગરૂમ, સારા વસ્ત્ર, સારા અલ કાર, સારું ઘડિયાળ આ સર્વ પર છે, તારાથી અપર છે-અવર છે.