________________
અન્યત્વભાવનો
૧૬
ગામના કજીઆ તારે પતાવવાના છે અને તું ત્યાં દાખલ થઈ જાય છે. કોઈની વાતો, કોઈની ચિંતા, કોઈની નિંદા, કેઈ પર ગુસ્સે એ સર્વે અન્યને માટે જ જાણે તે જાળવી રાખ્યા છે. તને યુરોપમાં શુ થયુ તે વિચાર કરવા અને તેની વાતો કરવા સમય મળે છે, તારે રાજા કર્ણની વાતો કરવી છે, સગાઓના હે જાળવવા છે, કઈ દરનુ મરી જાય તો એક કલાક પછી લૌકિકે જઈ ખોટી રીતે ઓ ઓ કરવુ છે, તને લાગેવળગે નહિ તેવાની વાતમાં કલાકે કાઢવા છે, તારા ઘરનાની ચિતામાં અરધા થઈ જવું છે, તારે અન્ય કોઈની નોકરી ગઈ તેની વાતો કરવી છે, તારે અમલદારોના ગુણ–ષ પર વગર આધારે ગપ્પાં મારવા છે, તારે વિના કારણે આજે “ફીચર કેટલા આવ્યા તેની વાતો કરવી છે, તારે ફોજદારી કોર્ટમાં અતિ તુચ્છ મનુષ્યના કે ખાસ કરીને નટી જેવી સ્ત્રીઓના કેસો ચાલતા હોય તે સાભળવા કે વાંચવા છે અને આવી આવી તદ્દન નકામી અથવા તારી નજરે કોઈવાર કામની લાગતી વાત કરવી છે અને “ની સ્વ યૂ, જે સર સર રિજેવો વેશ કરે છે.
મમતાની પરત ત્રતા, સાપેક્ષ દૃષ્ટિનો અભાવ, આદર્શની ગેરહાજરી, વ્યવસ્થિત સે કળનાની ખામી અને અતિ કેફ (મોહિની મસ્તી)ની અસર તળે તારા આવા હાલહવાલ થયા છે, તુ વિના કારણ પરની ચિતા કરે છે, પરની વાતો કરે છે, પર સ બ ધી ઘાટ ઘડે છે અને ઘાટ જામે નહિ ત્યારે વિમાસણ કરે છે નિદા, કુથલી, આત્મશ્લાઘા અને ભેજનાદિની કથામા તું કેટલો વખત કાઢે છે અને સ્ત્રી સબધી વાત નીકળી તો તો જોઈ લેજો ચમત્કાર અન તે જ્ઞાનના ધણીની આ દશા હોય ? અને તારા જેવા અનત ગુણના સાગરને આવી નિર્માલ્ય બાબતોમા હાથ ઘાલવો ઘટે ? તુ આખો દિવસ કેવી કેવી વાત, ચિ તાઓ અને ઉપાધિઓ કરે છે તેને વિચાર કર, તેની તુલના કર, તેને સરવાળો કરી અને તું કેણુ? અનુપમ ગુણોનો ધણી, જ્ઞાનદશર્મ–ચારિત્રમય, સચ્ચિદાનંદ સ્વરૂપ, શાશ્વત સુખને અધિકારી – તે આવી દશાએ ઊતરી ગયા ! તારામાં અનુપમ ગુણરત્નો છે તેની ચિંતા કર, તેને ઓળખ અને તેને પ્રકટ કરવાનો વિચાર કર, તે-મય થઈ જા. તારે આવી કુથળી અને પારકાની કથા કરવાની તે હોય? તારે તારુ પિતાનું કરવાનું ક્યા ઓછુ છે કે પારકી ચિતાથી હેરાન થાય છે–દૂબળે થાય છે? અસલ ચિતામણિ રત્ન કે જેથી ઈછે તેવા પદાર્થો મેળવી શકાતા, કામઘટ-ઘડે ઈચ્છિત વસ્તુ આપતો અને કલ્પવૃક્ષની નીચે ઊભા રહેતા ઉપરથી માગેલી વસ્તુઓ પડતી, એ સર્વને ટપી જાય તેવા ગુણરત્ન તારામાં ભરેલા છે, તુ તે–મય છે અને તે પ્રયત્નસાધ્ય છે
ત્યારે આવાં ગુણરત્નોનો વિચાર કરતો નથી અને પારકી વાતો શા માટે કરે છે? જે મનુષ્યો તારા નથી, જે સબ ધીઓ તારી સાથે આવવાના નથી તેની ચિંતા કરવી છેડી દઈ, તારા પિતાને જ વિચાર કરી અને તારા ગુણોને ઓળખ પારકી વાતોમા. તારુ કાંઈ વળવાનું નથી અને કેઈ અહી બેસી રહેવાના નથી થોડો વખત તાળીઓ, પડી તે પણ શુ અને ન પડી તો પણ શું ? અને તાળી પાડનારા પણ જવાના છે