________________
૧૬૪
શાંતસુધારા અન ત જ્ઞાનપ્રકાશવાન હોવા છતા એનમાં કર્મપરમાણુઓ ઘસી ગયા છે અને એ પરમાણુ પર છે, બહારના છે, એને આત્મા બરાબર પરપણે ઓળખાતો નથી.
એ કર્મ પરમાણુઓએ આત્મમાં પ્રવેશ કરી એની ખરાબી કરી છે, એની પાસે અનેક નાચો કરાવ્યા છે, એની પાસે નવા નવા નાટકો કરાવ્યા છે, અને જ્ઞાનગુણ ઢાંકી દીધો છે એને મહમદિરા પાઈને ઘેનમાં નાખી દીધો છે, એને સદ્દગુણના ધામને બદલે કપાયનું પૂતળું બનાવી દીધેલ છે, એને વ્યાધિને પિડ બનાવી દીધું છે અને એને એ ચારે ગતિમા રખડાવે છે, એને લૂલો, લગડો, આંધળે, ખેડ-ખાપણવાળો બનાવે છે, એની પાસે ભીષણ આકૃતિ ધરાવે છે, એને કૃતિક, સ્વરવાળો કરે છે. એને કાળો કે લાલ બનાવે છે, એને વામનજી –કૂબડો બનાવે છે. એને નાગે રખડાવે છે, એને ભૂખ્યો રખાવે છે, એને તરસ્યા રાખી મૂઝવી દે છે, એને પેટ ખાતર વેઠ કરાવે છે, એને ચોર, લબાડ, ઉઠાવગીર, વિશ્વાસઘાતી, ખૂની બનાવે છે, એને રાજા બનાવે છે, અમાત્ય બનાવે છે, પ્રમુખ બનાવે છે, એનાં ભાષણ પર તાળીઓ પડાવે છે અને એને હાસ્યસ્થાન પણ કરાવે છે, એને શોકથી પિાક મૂકો કરે છે, એને સ્ત્રીના શૃંગારમાં ભાનભૂલો બનાવે છે અને એને વિષયનો કીડે બનાવે છે.
દુનિયામાં જે કાંઈ વિરૂપ, સારુ કે સાધારણ દેખાય છે તે સર્વ આ પારકા–અંદર ઘૂસી ગયેલા અથવા ઘૂસવા દીધેલા કર્મપરિણામ–મહારાજાને પ્રતાપ છે. જ્ઞાનવાન આત્માની આ બહારના ઘસી ગયેલા મહારાજાએ શી દશા કરી છે? કેદી જેવી કડી દશામાં એને મૂકી દીધો છે અજાણ્યાને પરિચય કરવાનું અને તેને અવકાશ આપવાનું આ પરિણામ છે
આઠ કર્મો, તેની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, તેને સ્વભાવ અને તેમની પુણ્ય તથા પાપ પ્રકૃતિનું સ્વરૂપ અહી વિચારવુ. એ કર્મોને ચમત્કાર સમજવો તેને આત્મા સાથે અત્યારે તે એ તાદાસ્યસબ ધ થઈ ગયો છે કે એ જ જાણે તેને સ્વભાવ હોય એવું લાગે છે આવા પ્રકારનું આવરણ કરનાર પણ એ જ કર્મમહારાજા છે. એનું સ્વરૂપ સમજી એને બરાબર ઓળખવા જેવા એ રાજા છે. એને સમજી બરાબર ઓળખવાથી સસારની સર્વ વિડ બનાઓનું મૂળ કારણ હાથમાં આવી જશે જ્ઞાનવાન આત્માની આ દશા હોય? પણ કર્મનુ જોર અત્યારે તે તેના પિતાના જોર કરતા વધી ગયુ છે ચારે બાજુએ જુઓ, બહાર જુઓ, ચરિત્રે વાચે, નોવેલ (કથાઓ) વાચે, નાટકે જુઓ, સિનેમા જુઓ – જ્યા જશે ત્યા કર્મ–મહારાજાની જમાવટ માથે જડેલી જણાશે અને એણે આત્માને એટલો બધો દબાવી દીધેલો જણાશે કે એ છે કે નહિ? અને હોય તે એની કોઈ શક્તિ હશે કે નહિ? તે બાબતમાં પણ શ કા પડી જાય એવુ ઉપલક નજરે . પ્રથમત જરૂર લાગશે. આ અન ત કાનના ધણી આત્માની એક કથા થઈ.
( ૨) ચેતન' કર્મરાજાના મુખ્ય સેનાપતિ મહારાજાએ મૂકેલી મમતાને પરાધીન થઈને તુ પારકી પંચાત કેટલી કરે છે તેનો વિચાર કર. તુ એમ સમજે છે કે આખા