________________
અન્યત્યભાવની
૧૩ માંડી બેઠે છે તેનો તે ગ્રાહ જરૂર છૂટી જાય તેમ છે. આ ભવનાની વિચારણામાં પ્રથમ આપણે ગ્રથકર્તા સાથે આગળ વધીએ.
બાહ્યભાવ-બહિરાત્માભાવ શું છે તેનું સ્વરૂપ આ ભાવનામાં વિચારવાનું છે. આ પ્રાણી બહિરાત્મભાવમાં એટલો બધે એકરસ જામી ગયો છે કે એમાં તેને કાઈ નવાઈ જેવું લાગતુ નથી અને એ ખેલો ખેલે જ જાય છે. એને તો કેક શોધ કરવી છે, આકાશના તારાઓના હિસાબ કરવા છે, ચંદ્ર અને મંગળના ગૃહે પહોચવું છે અને નાના જીવનમાં કેક કેક કરી નાખવુ છે એને એક ઘડી શાતિથી વિચાર કરવો નથી, આરામ લેવો નથી અને મળે તો માણવો નથી. સ્ત્રી, ધન અને બીજી અનેક દુન્યવી ખટપટમાથી એને નિરાતે બહિરાત્મા કેણુ અને અંતરાત્મા કોણ?–એને વિચાર કરવાનો સમય પણ મળતો નથી. એને નથી ખાવાનું ભાન, નથી બોલવાનું ભાન, નથી વિચાર કરવાની તાલીમ અને મોડી રાત્રે પણ એની ખટપટ એટલી ચાલતી હોય છે કે એ ઊઘે ત્યારે પણ અડધી કલાક તો એના ચાલતાં યંત્રોને ઠડા પાડવામાં જાય. આ જાતની ધમાલ માડી બેઠો હોય તેને બહિર અને અ ર આત્માની વાતો કેમ સૂઝે? ક્યારે સૂઝે?
પણ આ બધી રમત મડાણી કેમ ? આત્મા એના અસલ સ્વરૂપે તો જ્ઞાનમય છે, જાતે જ ચિતન્ય છે અને અનત ગુણથી ભરેલો છે. એ અત્યારે ધન માટે રખડે, સ્ત્રીની પાસે કાલાવાલા કરે, ખાવા માટે ભીખ માગે, વ્યાધિઓ માટે ઉપચાર કરે, અનેક વખત નિસાસા મૂકે, વાર વાર પાછા પડે, એનું વ્યક્તિત્વ દબાઈકચરાઈ જાય અને એ જાણે ગાડાની હોસ્પિટલમાં પડી અસ્તવ્યસ્ત લવારે કરતો જણાય અને જ્યા ત્યા માથા માર્યા કરે–એવી એની બૂરી દિશા શા કારણે થઈ ?
દુનિયાદારીમાં કહેવત છે કે “અજાણ્યા માણસને રોટલો આપીએ, પણ ઓટલો ન આપીએ” આ વાત યોગ્ય છે કે નહિ? તેના ગુણદોષની વિચારણા અત્ર કરવાની નથી, પણ એવી એક કિ વદન્તિ છે તે સુપ્રસિદ્ધ છે. '
માણસે નોકર રાખે છે તો ત્યા તે પણ જાણે છે કે ઘરના તે ઘરનાં અને પર તે પર. પારકી માને દીકરો રળી ન આપે અને એનો જમણે હાથ એના મો તરફ જ વળે. ટૂ કામા વાત એ છે કે પારકા – અજાણ્યાને ઘરમાં દાખલ કર્યો તો તે જરૂર નુકસાન કરે છે-વિનાશ કરે છે–સત્યાનાશ કાઢે છે.
આટલા માટે માણસો નોકરને રાખવામા, રસેયા–ચાકરને રાખવામાં ખૂબ સ ભાળ રાખે છે. અને હરામી માણસે કેટલું નુકસાન કરે છે તે વાત નવી જાણવાની નથી ઓત્મામાં એવી રીતે “પર” (બહારના) કર્મીઓ ઘૂસી ગયા છે. સારામાં સારુ દૂધ હોય પણ તેમાં ખટાશ કે ફટકડી પડે તો તુરત ફાટી જાય છે તેમ આત્મા જેવી મહાસુ દર ચૈતન્યઘનમૂર્તિ