________________
પરિચય
એવભાવના
( ૧) આગલી ચાથી ભાવનામાં અંદર જોવાનું હતું, આત્મનિરીક્ષણ કરવાનું હતુ; આ ભાવનામાં બહાર જવાનું છે, અવલોકન કરવાનું છે એ સર્વને આધાર અને એનું લક્ષ્ય તો આ દર જ જવામાં છે, પણ જુદા જુદા દૃષ્ટિબિ દુ છે બનેનુ પરમ ધ્યેય આત્માની પ્રગતિ, તેને વિકાસ છે અને તે પ્રાપ્ત કરવા માટે એને બહારનો સબ ઘ તપાસવા યોગ્ય છે.
અહી જરા પીઠિકા કરવાની આવશ્યકતા જણાય છે જ્યા સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મતત્ત્વને સાચે ખ્યાલ કદી તે નથી, કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર આત્મામાં અવસ્થિતિ કરી શકતો નથી ત્યા સુધી દેહ, દેહી–આત્મા અને પૂરને સમજવામાં ન આવે ત્યાં સુધી એને મૂઝવણનો પાર રહેતું નથી અને અવ્યવસ્થિત સ્થિતિમાં એને વિકાસ અટકી પડે છે આટલા માટે આત્મા કોણ અને પર શુ તેને નિરધાર કરવા માટે આત્માના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે તે ત્રણ પ્રકાર તે બહિરામા, અંતરા
ત્મા અને પરમાત્મા આ ત્રણની ૨૫ષ્ટ વ્યાખ્યા “જ્ઞાનાર્ણવમાં શુભચદ્રાચાર્યે કરી છે (પ્રકરણ ૩૨) તે તપાસી જઈએ.
શરીર વગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય અને મહરાજાએ ઉત્પન્ન કરેલી પ્રમાદરૂપ નિદ્રાથી અદર ચેતના ઊધી જાય તે બહિરાત્મભાવ આ દશામાં શરીરને પિતાનું માનવામાં આવે છે અને “વગેરે શબ્દમાં સ્ત્રી, ઘર, છોકરા, માલ. મિક્ત સગા વગેરે જેને પિતાના માનવામાં આવે છે તેનો સમાવેશ થાય છે બહિરાત્માની આ દશા હોય છે
ઉપર જે બાહ્યભાવ બતાવ્યા તેને કુદાવી જઈ માત્ર આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરવો તેને જ્ઞાની પુરુષે અંતરાત્મભાવ કહે છે અહી આત્મા સિવાય સર્વને અન્ય સમજવાની વાર્તા છે અને એમાં બાહ્યભાવને સર્વથા નિષેધ થાય છે.
જે કર્મના લેપ વગરનો હોય, જેને શરીરને સબ ધ ન હોય, જે જાતે તદ્દન શુદ્ધ હોય, જે ગુણનિષ્પન્ન હોય, જે સર્વથા નિવૃત્ત હોય અને જે વિકલ્પરહિત હોય એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહેવામાં આવે છે એ દશા પરમાત્મભાવ છે
આ અન્યત્વભાવનામાં બહિરાત્મભાવ કે વર્તે છે?—તે બતાવવામાં આવશે અને તેનું અતિમ ધ્યેય અતરાત્મભાવમાં ઊતરી પરમાત્મભાવ પ્રકટ કરવાનું રહેશે આ આત્માના ત્રણ પ્રકાર ખૂબ ધ્યાન રાખીને સમજવા યોગ્ય છે. એ સમજતા જે મોટી ધમાલ આ પ્રાણી