________________
૧૫૬
શાંતસુધારસ કરવાની હોય? ગમે તેમ કરીને આ ભદધિનો તો પાર પામ જ ઘટે આવે ભરદરિયે ઝેલા ખાતા રહેવામાં મા શી આવે ? એક વાર પ્રયત્ન કરીને ચેતનરામને સાધી લે અને આગળ ધપે જા આ મનુષ્યદેહમાં પ્રયત્ન કરીશ તો તને દીવાદાંડી સાંપડશે, નહિ સાપડે તે તેને માર્ગ તો મળશે અને અત્યારે જેવું મોજુ આવે તેવું ઘસડાવાનુ અને તફડાવાનુ તે બધ થઈ જશે. એક વાર દીવાદાંડી દરથી દેખાય તો કાઠે હાથ જરૂર લાગશે તારી જાતને, તારા ગુણોને ઓળખી તુ ત્યા ત્યા કચરામાં હાથ નાખવાનું હવે મૂકી દે અને સાચા સેનાને પકાવ તુ ટંકશાળમાં જઈ સોનાને ધાવે છે તેવું કાચનમય આત્મતત્વ આ મનુષ્યભવમાં જ તને લભ્ય છે અને આ વખત ફરી ફરીને નહિ મળે. તુ વાર વાર યાદ રાખજે કે “se” “હું એકલે છુ ” અને તેની સાથે એ પણ યાદ કરી લેજે કે “નવ મે જે “મારુ કેઈ નથી.” આટલું સમજ્યો તો તારે બેડે પાર છે, પણ સમજ્યો ક્યારે કહેવાઈશ તે સાથે સમજી લેજે પુસ્તકમાં કે વ્યાખ્યાનપીઠ પર કે મીઠી વાતમાં એ વાત કરી પરવારવાનું નથી એ તો જીવન જીવવાનું છે, એ મિસાલે જીવનકમ ઘડવાનો છે અને ઉપર્યુક્ત દીવાદાંડીના દીવા દેખવા છે. એ દેખ્યા વગર તારા આરો નથી અને આ ન મળે તો દરિયાને ધકેલે ચઢવાનુ છે સમજુ પ્રાણી પિતાની જાતને બરાબર બરાબર ઓળખે અને ઓળખીને ચેતનરામને સારી રીતે વિક્સાવે વિકાસશીલ આત્મા એક વાર સાચે રસ્તે ચડ્યો એટલે એને દિશા સૂઝી જાય છે અને પછી ધીમે ધીમે એને કાઠે પણ દેખાતો જાય છે તે છેવટે યાદ રાખજે કે આ સર્વ રમતનો વરરાજા તુ છે અને તે તુ એકલો છે તારે તારા પિતાના વિકાસની સર્વ યેજના કરવાની છે અને અને તે સર્વના પરિણામ તારે એકલાએ જ ભોગવવાના છે. આ પ્રમાણે તારા ચેતનરામને અનુશાસન કર.
उति एकत्वभावना