________________
૧૫૪
શાંતસુધાર ઊભા કર્યા છે તેને વિચાર કર. આવી આવી વિચારણા કરી સગાને બરાબર ઓળખી લઈ તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરવાની આ ચાવી છે. આત્મ-નિરીક્ષણ કરો અને ચેતનને એના મૂળ સ્વરૂપમાં શેધી કાઢી એને બહલાવો અને આદર્શ તરીકે તમારા હૃદયમદિરમાં એવા વિશુદ્ધ આત્માને મૂળ સિંહાસને સ્થાપો અને પછી વિચારો કે તમે પણ એ જ છે, એવા જ છે, એવા ઘવાની તમારામાં શક્તિ છે માત્ર તમારે પરભાવના વિલાસ છેડી દેવાના છે.
! વિચાર કર. તે જુગારીને રમતા જોયા છે, ખેલતા જોયા છે. તે ત્યારે દાવ માડે છે ત્યારે તે ખૂબ ઉત્સાહમાં હોય છે. એને એમ જ હોય છે કે સર્વ રમત પોતે જિતશે. પછી એ ખૂબ જુસ્સાથી દાણા નાખે છે અને પિસા પહોંચે ત્યાં સુધી ખેલે જાય છે. પછી એ હારી જાય તે વખતે એનુ મહેતું જોયું હોય તે ખરેખર ખેદ થાય. એના હોશકેશ ઊડી જશે, એના બારે બૂડી જશે, એ અધમલ જેવો જણાશે. ઘોડાની શરતને દિવસે મહાલક્ષમીના સ્ટેશનેથી સાજના કઈ તમારા ડબામાં બેસે અને તે કેસમાં ગુમાવીને આવ્યો હોય (અને ઘણાખરા હારીને જ આવે છે) તે વખતે તેનું મુખ જોયુ હોય તે ખ્યાલ આવે આવી રીતે આવે હોઠે છેડ છાડીને હારેલ જુગારીની જેમ તારે જવું છે કે હસતે ચહેરે? “અબ હમ ચલતે હૈ ઓર સબકી પાસ ક્ષમા મ ગતે હૈ” એવા આનંદ
વનિ સાથે ખમતખામણુ કરતા આનદથી જવું છે? ખૂબ મજાની વાત છે. મોટા મોટા રાજ્ય છેડીને જનાર હારેલ જુગારીની જેમ જ ગયા છે અને મોટા બજારેની ઉથલપાથલ કરનાર અને ખાલી હાથે જ ગયા છે. આતર દૃષ્ટિએ ઊંડા ઊતરીને ખૂબ વિચાર કરીને બોલજે. ન બેલ તો કાઈ નહિ, પણ વિચાર તો જરૂર કરજે. અંતે છાતી પર હાથ મૂકી, બે હાથ જોડી હૃદયમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી બ્રહ્મરંધ્રમાંથી અને તે આકાશમાં ઉડ્ડયન થાય એવી તારી વિચારણા, વાચા અને ક્રિયા છે? જે હોય તો તને આનંદ છે અને નહિ તો આ ભવ માત્ર ફેરો થયો એમ ગણજે, અને હજુ પણ જે કાઈ સમય બાકી રહ્યો છે તેમાં સુધારવાને અવકાશ છે. આ રસ તો એ છે કે એક વાર એક ક્ષણ પણ ચખાઈ જાય તે જમાવટ કરી દે અને કાઈ નહિ તો વિકાસકમ (ઉત્ક્રાનિત) તે જરૂર સુધારી દે.
બાકી તારી એકતાના સ બ ધમા તે વારવારે શું કહેવું? શુભચ દ્રાચાર્ય “જ્ઞાનાણું મા એકત્વભાવનાને ઉપસાર કરતા કહે છે કે –
एक. स्वर्गी भवति विबुधः स्त्रीमुखाम्भोजभृङ्गः, पकः श्वभ्रं पिबति सलिल छिद्यमानः कृपाणैः । पकः क्रोधाद्यनलकलित कर्म यध्नाति विद्वान्, पक' सर्वावरणविगमे ज्ञानराज्य भुनक्ति ॥